સુરતમાં હિજાબ વિવાદને લઈને પોલીસ થઈ ગઈ દોડતી
ગુજરાતમાં ફરી એક વખત હિજાબ વિવાદ સામે આવ્યો છે. હિજાબ બાબતે સુરતમાં આજ ફરી એક વાર વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ પી પી સવાણી શાળામાં હિજાબની બાબતને લઈને વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. આજે પરીક્ષા હોવાના કરને વિદ્યાર્થીઓ બહારથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેમાં કેટલીક મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને આવતા હિન્દૂ સંગઠન દ્વારા આ બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલીક યુવતીઓ હિજાબમાં આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હિન્દૂ સંગઠનના 12 જેટલા કાર્યકર્તાઓની આ મામલે અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ સમવાનું નામ લઈ નથી રહ્યો ત્યારે હવે આ હિજાબ વિવાદની આગ ગુજરાત સુધી આવી પહોંચી છે. સુરતના કાપોદ્રામાં આવેલ પી પી સવાણી શાળામાં કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવતાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને શાળાની બહાર સ્થાનિક લોકો તેમજ હિન્દુ સંગઠનના કેટલાક આગેવાનોએ હિજબને લઈને વિરોધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
નોંધનીય છે કે, આ ઘટનાને લઈને વિવાદ ગુજરાતમાં વધુ વકરે નહીં તેને લઈને પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ મામલે હિન્દુ સંગઠનોના વિરોધ કરી રહેલા 12 જેટલા કાર્યકરતાઓની અટકાયત કરી હતી. હિન્દુ સંગઠનોએ આ મામલે માંગણી કરી હતી કે આ રીતે આ યુવતીઓ શાળામાં હિજાબ પહેરીને આવી શકે નહિ. અને ત્યારપછી કર્યાકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતમાં આ પહેલા પણ હિજાબ વિવાદની એન્ટ્રી સુરતથી થઇ ગયેલી છે. સુરતમાં આ પહેલા સોશિયલ મીડીયામાં હિજાબ વિવાદને લઈને એક પોસ્ટર વાયરલ થયુ હતું. જેમાં હિજાબને લઈને રેલીનું આહવાન કરવામાં આવી રહ્યું હતું. સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા આ પોસ્ટરોથી પોલીસતંત્રની ચિંતા વધી ગઈ હતી. હાલ આ મુદ્દે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનો એક જ વિચાર છે કે શિક્ષણમાં આવું કઈ પણ થવું જોઇએ નહિ.