CrimeGujaratSouth GujaratSurat

સુરતમાં ધોળા દિવસે વેપારીના 2 કરોડ રૂપિયા લૂંટી લેવાયા

દેશમાં દિવસે ને દિવસે ચોરીના કેસો વઘી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદના એક વેપારી જમીનનો સોદો કરવા સુરત ખાતે આવેલા હતા. અને તે વેપારી પૈસાના બદલામાં ક્રિપ્ટોકરન્સી લેવાના સેટિંગમાં હતો. ત્યારે અચાનક એક ટોળકી તે વેપારીના 2 કરોડથી વધુની રકમ લૂંટી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના શુક્રવારના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે જ બની હતી. પહેલા તો વેપારીએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જો કે, શનિવારે રાત્રે વેપારી પોતે જ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા પોલીસે વેપારીની ફરિયાદના આધારે 8થી વધારે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ 4 જણાને પાંડેસરાના નાગસેન નગરથી ઊંચકી લાવી છે. અને ટોળકી ચોરી કરીને જે કારમાં ભાગી હતી તે સિયાઝ કારને પણ કબજે લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિનય જૈન હૈદરાબાદમાં પીપીએફ કે જે મોંઘીદાટ કારોમાં ફિલ્મ લાગે છે તેનો તે વેપાર કરે છે. વિનય જૈનને તેના પિતાના મિત્ર પી.કે.ઝાએ કહ્યું હતું કે લક્ઝરી કારોનું ખુબ મોટું માર્કેટ સુરતમાં છે. જેથી વિનયના પ્રોટેકશન ફિલ્મના કારખાના માટે જમીન ખરીદવાની વાત કરી હતી. પી.કે. ઝાએ 7 કરોડની જમીનને માત્ર 4 કરોડ રૂપિયામાં આપવાની વાત કરી હતી. ત્યારે વિનય જૈન તેનો ડ્રાયવર તેમજ લક્ષમીનારાયણ, સાર્થક જૈન અને વિવેકનો ભાઈ આકાશ સુરત ખાતે ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતા. તેઓ પહેલા સુમન હરીપ્રસાદસીંગ મળ્યા કે જેઓ પી.કે. ઝાના માણસ હતા. જમીનની વાત કરવા માટે તેઓ વરાછા પોલીસ સ્ટેશન સામેની સેન્ટ્રલ બઝારની ઓફિસમાં ગયા હતા.

જાણકારી અનુસાર વિનયના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં આપવાની વાત થઇ હતી. જો કે, વેપારીએ કરન્સી ટ્રાન્સફર ના થતા નાણાં આપ્યા ન હતા. જેને લઈને માથાકૂટ થઈ હતી. અને ટોળકી રોકડ રકમની લૂંટ કરીને કારમાં ભાગી ગઈ હતી. બીજી એવી આશંકા પણ રહેલી છે કે આ વેપારીઓ જે ફોર્ચ્યુનરમાં આવ્યા હતા તે કારમાં MLAનું બોર્ડ લાગેલું હતું. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશને આવ્યા બાદ વિનય પરત હૈદરાબાદ ગયો હતો. જો કે, પોલીસે ફરિયાદ આપવાનું જણાવતા વિનયે આપઘાતની ધમકી પણ આપી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે