સુરતમાં દીકરીને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો લાલઘુમ, અલ્પેશ કથીરિયાએ પોલીસને અલ્ટીમેટમ આપ્યું
સુરત જિલ્લાનાં કામરેજ ખાતે ગત શનિવારના રોજ મોડી સાંજે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં એક યુવતીને ચપ્પુનાં ઘા કરીને તેણીને રહેંસી નાખવાની ઘટના સામે આવી હતી. જેને કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. સોશિયલ મીડિયામાં આ ઘટનનાનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. ત્યારે આ દીકરીને ન્યાય અપાવવા માટે સમાજના અગ્રણીઓ પણ બહાર આવ્યા છે. આજરોજ પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી સાથે સમાજના આગેવાનોએ મુલાકાત કરી હતી. અને તેમને જણાવ્યુ હતું કે આરોપી સ્મોકિંગ ઝોન તેમજ કપલ ચલાવે છે. આરોપી યુવકને લઈને તેનાં પિતાએ પણ કહ્યું હતું કે, તે અમારા કહ્યાંમાં રહ્યો નથી. આ ઉપરાંત તેમણે યુવકને ફાંસીની સજા આપવાની વાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કામરેજ તાલુકાના પાદરા ખાતે બે દિવસ અગાઉ જે ઘટના સામે આવી હતી. જેમાં ગ્રીષ્મા નામની એક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ થઈ જતા ફેનીલ નામના યુવકે જાહેરમાં યુવતીને તેના ભાઈ તેમજ તેની માતાની નજર સમક્ષ રહેંસી નાખી હતી. સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થતાની સાથે જ ગુજરાત ભરના લોકો યુવક પર રોષ ઠાલવી રહ્યા છે.
નોંધનીય છે કે, દિકરીને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો આગળ આવી રહ્યા છે. ગ્રીષ્મા વેકરીયાના એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ઘણા લાંબા સમયથી ગ્રીસમાને પરેશાન કરતો હતો. અને યુવકે સમાજના આગેવાનોને સાથે રાખીને યુવતીના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જે પ્રકારે શનિવારના રોજ આ ઘટના બની છે તેને જોતા સમાજના આગેવાનો હવે દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે. સમાજના આગેવાનોએ પોલીસને રજુઆત કરી છે કે, યુવાન ગેરકાયદેસર રીતે કપલ બોક્સ ચલાવે છે અને આ પ્રકારના કપલ બોક્સને કારણે આવી ઘટનાઓ સતત બનતી રહે છે. માટે આવા તમામ ખરાબ ધંધા બંધ કરાવવા જોઈએ.
તમને જણાવી દઈએ કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો ભોગ બનનારી દીકરીનાં પરિવારને મળ્યા હતા અને સાંત્વના આપી હતી. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવી દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટેના પ્રયાસો હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.