GujaratIndiaSurat

સુરત બાજુ જાઓ તો અહિયાં અવશ્ય જાઓ, જ્યાં તમને 40 રૂપિયામાં અનલિમિટેડ છોલે ભટુરે મળે છે…

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું સુરત શહેરની જ્યાં 40 રૂપિયામાં અનલિમિટેડ છોટે ભટુરે ભરપેટ ખાઈ શકો છે.જો આપણે આ નાસ્તા હાઉસના સરનામાની વાત કરીએ તો સુરતના ભેસતાણ વિસ્તારમાં શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે જ આવેલ છે,જેનું નામ શ્રી સાઈ છોલે ભટુરે છે.દુકાનના માલિકનું નામ પ્રિન્સભાઈ રાઠોડ છે.તેમની 2 શાખા છે,જે સુરતના વરાછા વિસ્તારમાં છે.

અહીયા છોલે ભટુરે ખાવા લોકોની લાઈનો લાગે છે.અહિયાથી લોકો પાર્સલ પણ લઈ જાય છે જેનો ભાવ 45 રૂપિયા છે.જો તમે સુરતમાં રહેતા હોવ તો અથવા સુરત બાજુ જાઓ તો પ્રિન્સભાઈના હાથના છોલે ભટુરે ખાવા એકવાર અવશ્ય જાઓ.

અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.