સુરત બાજુ જાઓ તો પીઝા ખાવા માટે આ જગ્યાએ અવશ્ય મુલાકાત લો, જ્યાં 101 ફૂડ વેરાયટી મળે છે….
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે સુરત શહેરની વાત કરીશું,જ્યાં અડધું સુરત આ જગ્યાએ પીઝા ખાવા જાય છે.જો આપણે આ જગ્યાનું નામ જોઈએ તો એ છે ઓક્ટંટ પીઝા ( octant pizza ).અહિયાં સૂપ,કોલ્ડ સલાડ, મેગી,નૂડલ્સ,બ્રેડ્સ,સેન્ડવિચ,પાસ્તા,નોર્થ ઇંડિયન પીઝા, આવી તો 101 ફૂડ વેરાયટી મળે છે,એ પણ અનલિમિટેડ.જેના 300 રૂપિયા થાય છે.
જો આપણે આ જગ્યાનું સરનામું જોઈએ તો સુરતમાં વેસુ મેઇન રોડ પર આગમ વિવિઆના મોલ આવેલો છે ત્યાં ઓક્ટંટ પીઝા આવેલ છે.અને છતાં પણ જો સરનામું ન મળે તો 90545 46618 આ નંબર પર ફોન કરી સરનામું પૂછી શકો છો.પીઝા ખાવાના શોખીન લોકો માટે સુરતમાં octant pizza ખૂબ જ સારી જગ્યા છે.
સુરતમાં રહેતા હોય અને ન ગયા હોય તો એકવાર મુલાકાત લો, અને જો તમે સુરત બાજુ જાઓ તો અહિયાં અવશ્ય જાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.