ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. તેમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીઓમાંથી એક બાદ મોટી વિકેટો પડી રહી છે. એવામાં આજે એવા જ સમાચાર સામે આવ્યા છે. જ્યારે આજે પણ એવા જ સમાચાર સામે આવ્યા છે.
સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, છેલ્લા થોડા દિવસોથી આમ આદમી પાર્ટીના સુરતના પાંચ કોર્પોરેટર ગુમ થઈ ગયા છે. જેના લીધે જાણકારી સામે આવી છે કે, આ તમામ કોર્પોરેટર પાર્ટી છોડી શકે તેવી શક્યતા રહેલી છે. પાટીદાર યુવા નેતાના સંપર્કમાં આ તમામ કોર્પોરેટર હોવાનું જાણકારી સામે આવી છે. તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શો-કોઝ નોટિસ પણ આપવામાં આવેલ છે. જેમાં વિપુલ મોવિયાને તેની શંકાસ્પદ કામગીરીના લીધે નોટિસ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિપુલના પાર્ટી છોડવાની જાણકારી મળતા તેને નોટિસ ફટકારવામાં આવી છે.
તેની સાથે આમ આદમી પાર્ટીને ફરી મોટો ફટકો મળવા જઈ રહ્યો છે. કેમકે આપના પાંચ કોર્પોરેટર પાર્ટીને છોડી શકે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, વોર્ડ 3નાં ઋતા કેયુર કાકડિયા, વોર્ડ 2નાં ભાવના ચીમનભાઈ સોલંકી, વોર્ડ 16નાં વિપુલ ધીરુભાઈ મોવલિયા, વોર્ડ 8નાં જ્યોતિકા વિનોદભાઈ લાઠીયા અને વોર્ડ 5નાં મનિષા જગદીશભાઈ કુકડીયા આમ આદમી પાર્ટીને રાજીનામું આપી શકે છે.
સુરતમાં આમ આદમી પાર્ટીને છોડનાર પાંચ નારાજ કોર્પોરેટર ભાજપમાં પણ જોડાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે હવે એ જોવાનું રહ્યું કે, આ પાંચ નારાજ કોર્પોરેટરો કઈ પાર્ટીમાં જોડાશે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, સુરતના વેસુ ની એક ઓફિસમાં રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બે પાટીદાર અગ્રણીઓ દ્વારા મિશનને પાર પાડવામાં આવેલ છે. પાટીદાર આંદોલનમાં આ અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહી હતી. તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે કે, હજુ પણ આપના નારાજ કોપોરેટરો પાર્ટીને છોડે તેવી શક્યતા છે