ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ફેનિલ આ હથીયારની કરી રહ્યો હતો શોધ
સુરત જિલ્લાનાં કામરેજ ખાતે થોડા દિવસો પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં એક યુવતીને ચપ્પુનાં ઘા કરીને તેણીને રહેંસી નાખવાની ઘટના સામે આવી હતી. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. જ્યારે હવે આ ઘટનાને રોજ-રોજ નવા અપડેટ આવતા રહે છે. એવામાં આજે મામલામાં હત્યારા ફેનિલને લઈને મોટી માહિતી સામે આવી છે.
ગ્રીષ્મા વેકરિયા હત્યા કરનાર આરોપી ફેનિલે જણાવ્યું છે કે, તે તેની હત્યા માટે એકે-47 ખરીદવા પ્રયત્ન કરી રહ્યો હતો. પોલીસ તપાસ જાણવા મળ્યું છે કે, ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા માટે વેબસાઈટ સર્ચ પણ કરી હતી. તેની સાથે ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSL નો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. એવામાં હવે ફેનિલના લઈને 6 જ દિવસમાં પોલીસ દ્વારા 1000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં આજે દાખલ કરવામાં આવશે.
તેની સાથે ફેનિલ પોલીસની ઝડપમાં અત્યારે છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહી તપાસમાં જાણકારી સામે આવી છે કે, હત્યાના દિવસે પ્લાનિંગ પૂર્વક હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એવામાં ફેનિલ ગ્રીષ્માની અમરોલી આવેલ કોલેજમાં પહોંચી ગયો હતો. તેને તે દરમિયાન તેની સહેલીને કહ્યું તું ગીષ્માને લઈને બહાર આવ. તેમ છતાં તેને ના પાડી દીધી હતી કે તે ક્લાસમાં છે માટે નહીં આવી શકે. ત્યાર બાદ ગ્રીષ્મા તેની માસીને કેમ્પસમાં બોલાવી ત્યાંથી ચાલી ગઈ હતી. પરંતુ સાંજના સમયે ફેનિલ તેના ઘરે પહોંચી ગયો અને આ કાંડ કરી નાખ્યો હતો. તેના ઘરે પહોંચી તેને ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.
નોંધનીય છે કે, આ યુવક યુવતીનો છેલ્લા ઘણા દિવસોથી પીછો પણ કરી રહ્યો હતો. તે વાતની જાણ થતા યુવતીના મોટા બાપુજી તેને ઠપકો આપ્યો હતો. તેનું યુવકને માઠું લાગ્યું હતું. જેના લીધે તે ઉશ્કેરાઈ ગયો હતો. આ કારણોસર તે યુવતીના ઘરની બહાર પહોંચી ગયો હતો. તેના કારણે યુવતીના મોટા બાપુજીએ તેને ફરીથી ઠપકો આપ્યો તો યુવકે તેમના પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો. તે દરમિયાન યુવતી વચ્ચે તેમને બચાવવા વચ્ચે પડી તો તેને યુવતીનું જ સેંકડો લોકોની વચ્ચે ગળું કાપી હત્યા કરી નાખી હતી.
ત્યાર બાદ હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થળ પર પહોંચેલી કામરેજ પોલીસ પર પણ તેને હુમલો કર્યો તેમ છતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે પોલીસ દ્વારા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.