સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે.જ્યાં PI કિકાણી સહિત ૧૦૪ પોલીસકર્મીઓની બદલી કરી દેતા હડકંપ મચી ગયો છે.ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કાપડ માર્કેટમાં થતી છેતરપિંડીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને પણ રજૂઆત કરી હતી.
સુરતના સલાબતપુરા અને પૂણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સ્ટાઇલ માર્કેટ આવેલી છે.માહતી અનુસાર કોરોના લોકડાઉનમાં ૭ લોકોને માર મારવાના મુદ્દે પણ સલાબતપુરા પોલીસ વિવાદમાં આવી હતી.આ મામલે હાઈકોર્ટમાં પોલીસે ખોટી રીતે માર માર્યો હોવાની ફરિયાદ થઈ હતી.કોર્ટમાં માત્ર ત્રણ વાર મહેતલ અપાઈ છતાંય જવાબ રજૂ કર્યો નહોતો.
જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને પોલીસકર્મીઓને આ મુદ્દે થોડા દિવસ અગાઉ જ ૪ કર્મીઓને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.અનેક ફરિયાદો મળતા આ કડક કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ દેખાઈ રહ્યું છે.કાપડ બજારમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
સાથે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તે તંત્રની છાપ સુધારવા માટે હવે રાજ્યગૃહ વિભાગ આકરા પગલા ભળી રહ્યું છે.આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફને બદલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય શકે છે.