GujaratIndiaNewsSurat

સુરત : પ્રેમિકા છોડીને જતી રહી તો યુવકે ઝાડા બંધ થવાની 40 ગોળીઓ ખાઇ લીધી, જાણો વધુ વિગતે…

નમસ્કાર મિત્રો,આજકાલ લોકો પોતાના પ્રેમને પામવા કઈ પણ કરી શકે છે,આવું જ સુરતના ઉધનાના રિક્ષા ચાલકે સાબિત કરી દીધું છે.3-4 દિવસ પહેલા પ્રેમિકા તેને છોડીને જતી રહી તો પ્રેમિકાની યાદમાં 40 થી વધુ ઝાડા બંધ થવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જે યુવકની ઉંમર 22 વર્ષ છે,તેનું નામ જતિન છે.જે રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરતો હતો.

રિક્ષા ચાલકના પિતાએ જણાવ્યુ કે,અમે મહારાષ્ટ્રના વતની છે પરંતુ સુરતમાં જ રહીએ છીએ.જેઓ કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.રિક્ષાચાલકના પિતા વિષ્ણુભાઈએ તબીબોને જણાવતા કહ્યું,મારો એકના એક દીકરો છે,તે મારો એકમાત્ર સહારો છે,સાહેબ તેને બચાવી લો,તે આંખો કેમ ખોલતો નથી.પીડિત પિતાની આ દર્દ વ્યથા સાંભળી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ભાવુક થઇ ગયા હતા.

જતિન ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવતા પરિવાર ખૂબ ચિંતિત થઈ ગયો હતો.108 ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.ત્યાં સામે આવ્યું કે યુવકે ઝાડા બંધ થવાની ગોળીઓ વધુ ખાઇ લીધી છે.આ યુવકે ઝાડા બંધ થવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.હાલ આ યુવકની તબિયત ગંભીર હોવાનું કહી શકાય છે.

આ અંગે પૂછતાછમાં પિતાએ કહ્યું, મારો દીકરો દોઢ વર્ષથી ફળિયાની છોકરીના પ્રેમમાં પાગલ હતો,તેઓ બંને લગ્ન કરવાના હતા.પિતાએ કહ્યું,છોકરી અમારા ઘરે જ રહેતી હતી.જો કે,બંને વચ્ચે કોઈ કારણોસર ઝગડો થયો તો છોકરી ઘર છોડીને જતી રહી હતી.એટ્લે જતીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.