સુરત: 29 કલાક બાદ રઘુવીર માર્કેટમાં ફરી આગ, 4 કરોડ લીટર પાણી વપરાઈ ચૂક્યું છે,આગ નું કારણ અકબંધ
સુરતમાં કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર માર્કેટમાં મંગળવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી.આગ એટલી ભીષણ હતી કે ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ અને 500થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવા કામે લાગ્યા હતા.લગભગ 3 થી 4 કોર લીટર જેટલા પાણીના છંટકાવ બાદ આગ કાબુમાં આવી હતી પણ 29 કલાક બાદ ફરી આગ લાગી છે.
બિલ્ડીંગની અંદરનું તાપમાન ખુબ વધુ હોવાના કારણે ફાયરના જવાનો ને મુશ્કેલી પડી રહી છે.આગને કારણે વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. પાલિકાએ આગ બુઝાયા બાદ બિલ્ડીંગ ને સીલ કરવાનો આદેશ આપી દીધો છે.ડીજીવીસીએલ કહે છે કે રાત્રે જ પાવર સપ્લાય બંધ કરી દેવાયું હતું જ્યારે પાલિકા કહે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે.
આગે ચોથા માળે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પછી નીચેની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. બિલ્ડિંગના 9 માલ તો સંપૂર્ણપણે રાખ થઇ ગયા છે.સુડાના ચેરમેને કહ્યું કે ઈલેક્ટ્રિક વાયરિંગને લઈને નોટિસ ફટકારાઈ હતી. છતાં ફાયર સેફ્ટી માટે પગલાં ના લેવાયા.ફાયરના જવાનો ત્યાં જ છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક બોલાવીને બિલ્ડિંગના એલિવેશન અને અન્ય બાબતો મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે.કાપડની થેલીઓને કારણે હજુ પણ આગ લાગી રહી છે. સાંજ સુધીમાં આગ પર કાબુ મેળવવાનો પ્લાન છે પણ ફાયરના જવાનો બિલ્ડિંગની અંન્ડર પ્રવેશી શકતા ન હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે.