GujaratSouth GujaratSurat

સુરતમાં પિતા વિહોણી 300 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા, આ રીતનો રહ્યો હતો સમગ્ર માહોલ..

પી.પી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ દ્વારા આયોજિત “દીકરી જગત જનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારના 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારના પણ 150 દીકરીઓએ લગ્ન કર્યા હતા. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન પણ થઇ હતી. જ્યારે આ દરમિયાન નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો પણ હાજર રહ્યા હતા. તેની સાથે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણીએ આ પ્રસંગ પર લગ્નગ્રંથીથી જોડાયા હતા.

પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ગઈ કાલના શનિવારની જેમ ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે રવિવારના વધુ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલા ભર્યા હતા. આ સિવાય સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે પ્રભુતામાં પગલા ભર્યા હતા.

જ્યારે આ દરમિયાન કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયેલ છે. મહેશ ભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દઈએ એવી હું પ્રાર્થના કરૂ છુ. જ્યારે ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.”

સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા વધુમાં જણાવ્યું કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા તરફ લઇ જશે. લોકો દ્વારા મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપવામાં આવ્યું છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ રહેલો છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન પાઠવે છે.

કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય રહેલ છે. એમણે દીકરીઓને સલાહ આપતા જણાવ્યું છે કે, સાસુ સસરાને જ તમારા માતા-પિતા માનજો. નોંધનીય છે કે, આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરવામાં આવ્યો છે. બે દિવસ સુધી ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો હાજર રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

તેની સાથે આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાએ પ્રસંગમા હાજર તમામની આંખોમાં આંસુ છલકાઈ ગયા હતા. વિદાયની વસમી વેળાએ દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ આંસુથી ભરાઈ આવ્યું હતું. માંડવો જ નહિ સમગ્ર માહોલ હીબકે ચડ્યો હતો. જ્યારે પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસર તરફ ડગ માંડી રહી હતી તે સમયે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ