GujaratSouth GujaratSurat

સુરત: સ્કૂલ બસ અને LPG ટ્રક વચ્ચે અકસ્માત, ગેસના બાટલા ફાટીને હવામાં ઉડ્યા પછી શું થયું જુઓ

સુરતઃ ઓલપાડ-સુરત હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગેસના બાટલા લઇ જતી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત થતા સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસમાં આગ લાગી ગઈ હતી. આગ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત બસમાંથી ઉતારી દેવાયા હતા.ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. બાદમાં બસ સાથે આઇસર ટ્રકનો અકસ્માત થતા તેની પાછળ આવતી રિક્ષા પર ગેસની બોટલ પડી હતી.

આગ લાગતાંની સાથે જ સિલેન્ડરમાં બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને એક પછી એક સિલિન્ડર ફાટતા આખો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે હાઈવે પરનો વાહન વ્યવહાર અટકાવી દેવાયો હતો. ગેસના સિલિન્ડર આગની ચપેટમાં આવવાથી એક પછી એક બાટલા ફાટવા લાગ્યા હતા. સિલિન્ડર ફાટવાના અવાજથી આસપાસના ગામના લોકો પણ ડરી ગયા હતા.લગભગ 4 કિમિ સુધી સિલિન્ડર ફાટવાના અવાજ સંભળાયા હતા.

જો કે બાળકોને સમયસર સમયે બસમાંથી ઉતારી લેવાથી કોઈ જાનહાની થઇ નહોતી.બનાવની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ લેવા તજવીજ હાથ ધરી હતી.ફાયર વિભાગઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ટ્રકમાં આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ માટે FSL ની ટીમ બોલાવવામાં આવી છે.બોટલ લિકેઝ રહી ગઈ હોય અને તેના કારણે પ્રચંડ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ટ્રકે ચાલક અને ક્લીનર ની શોધખોળ ચાલુ છે, તેમની પાસેથી જ આંગણું કારણ જાણી શકાય તેમ છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ