શેરબજારમાં નુકસાન થતા સુરતના 49 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને કોઈ શંકાની બાબત નથી, તેમાં પણ ખાસ કરીને યુવાનો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા હોવાનું સામે આવતું રહે છે. જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો આવતી રહે છે જેમાં પણ રાજ્યમાં ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ફરિયાદ સામે આવતી રહે છે. આવો જ એક બનાવ સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરત શહેરથી ઘટના સામે આવી છે કે, એક વ્યક્તિ દ્વારા શેરબજારમાં નુકસાન થતા જીવન ટૂંકાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, શેર બજારમાં નુકસાન થતા એક વ્યક્તિને દેવું થઈ ગયું હતું. તેના લીધે નાના વરાછા ચોપાટીમાં ઝેરી દવા પીને આ વ્યક્તિ દ્વારા જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિની વાત કરીએ તો તે વરાછામાં આવેલા લંબેહનુમાન પાસે રહેતા હતા. તે ઇલેક્ટ્રિક શોરૂમના મેનેજરે તરીકે કામ કરી રહ્યા હતા. યુવક દ્વારા આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી.
સ્યુસાઈડ નોટમાં યુવક દ્વારા લખવામાં આવ્યું હતું કે, શેરબજારમાં દેવુ થઈ જવાના લીધે મેં આ પગલું ભર્યું છે. યુવક વરાછાના લંબેહનુમાન રોડ પર આવેલ કુબેર નગર રેશમભવન એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેનુ નામ મનીષભાઈ મોહનભાઈ છે, તેમની ઉમર 49 વર્ષ રહેલી હતી. મનીષભાઈને એક પુત્ર અને એક પુત્રી રહેલ છે.
મનીષ ભાઈ સવારના નાના વરાછા આવેલી ચોપાટીમાં જઈને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આજુ-બાજુના લોકોએ તેને જોયો અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં લઇ ગયા હતા. ત્યાં તેમની ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યારે આ બાબતમાં તેમને વધુ તપાસ હાથ ધરી છે.