GujaratNewsSouth GujaratSurat

સુરતમાં એક ભાઈ ને અજાણ્યા નંબર પરથી આવ્યો એવો મેસેજ કે, બાઇસ વાં મર્ડર હો જાને વાલા થા પર મેને….

તમને અચાનક કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે અને તે વ્યક્તિ તમારી પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગે અને જો ખંડણી ના આપી તો જાનથી મારી નાખવાની ધમકી આપે તો તમારી હાલત શુ થશે. આવું જ કઈક સુરતના એક કારમેળાના માલિક સાથે બન્યું છે. સુરતના કારમેળાના માલિકને અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે 50 લાખ રૂપિયા આપ નહિ તો જાન થી મારી નાખીશ. ત્યારે આ શખ્સની હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર પાંચ દિવસ પહેલા આ આરોપી એ કારમેળાના ભાગીદારની પિસ્તોલના દમ પર કાર લૂંટી લીધી હતી. અને ત્યારબાદ ત્યાંથી તે ભાગી ગયો હતો.

પોલીસના આપેલ માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ આનંદવાટિકા એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા સંજય ભીખાભાઈ કાવઠિયાનો કાર લે-વેચનો ધંધો છે. તેઓ સીમાડા કેનાલ રોડ પાસે દિલીપ રાખોલિયા સાથે ભાગીદારીમાં કુબેર કારમેળા નામથી કાર લે-વેચ કરવાનો ધંધો કરે છે. ત્યારે વોટ્સએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી હિન્દી ભાષામાં ધમકી ભરેલો મેસેજ આવ્યો હતો.

મેસેજમાં ધમકી આપતા લખ્યું હતું કે, ‘યે બાઇસ વાં મર્ડર હો જાને વાલા થા પર મેને તુમકો છોડ દિયા. અગર મે તુમકો માર ડાલું તો મુજે ઇસમાં 10 લાખ રૂપિયા મિલ રહા હૈ. અગર તુ જિંદા રહના ચાહતા હૈ તો મુજે 50 લાખ દેદે. મે તેરે પાસ કરી ખરીદને નહિ તુજે મારને કે લીએ આયા થા. પર ઉસ વક્ત બંદુક સે ગોલી હી નહીં નીકલી. પોલીસ તુજે બચા લગી અગર એસા તુ સોચ રહા તો તુ બિલકુલ ગલત સોચ રહા હૈ. ક્યુ કી મુજે સબ પતા હે કી પુલિસ અભી ક્યા કર રહી હૈ ઓર આગે ક્યા કરેગી. અગર તુને જ્યાદા હોશિયારી કી તો તેરા ઓર તેરે પરિવાર કા ક્યા હોગા? ઇસબાર મે સીધા ગોલી હી મારુંગા તેરે લિએ તો પિસ્તોલ કી એક હી ગોલી કાફી હૈ. સત્તાર મેરા નામ હૈ.’

ઉલ્લેખનીય છે કે, સંજય કાવઠિયાએ આ બાબતને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે ફોન નંબર દ્વારા આરોપી સુનિલ નાયકની ધરપકડ કરી લીધી છે. પોલીસે સુનીલ જોડેથી એક પિસ્તોલ,દમ ફેન,ચાર સીમકાર્ડ તેમજ પાંચ કાર્ટીઝ જપ્ત કર્યા છે. ચાર દિવસ અગાઉ આરોપી મનીષ કાર ખરીદવા માટે કારમેળામાં ગયો હતો. ત્યાં તેણે સંજય કાવઠિયાના ભાગીદાર એવા દિલીપ રાખોલિયાની પિસ્તોલના દમ પર કાર લૂંટી લીધી હતી. અને ત્યાંથી ભાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આરોપી મનીષ સામે ક્રાઈમ બ્રાન્ચે આર્મ્સ એક્ટની વધુ એક ફરિયાદ નોંધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, સુરતમાં વર્ષ 2016થી રહે છે અને મજૂરી કરે છે. રાકેશ ચૌટાણી નામના એક શખ્સ સાથે રૂપિયાની લેવડદેવડ બાબતે માથાકુટ ચાલી રહી હતી.

ત્યારે સુરેશ તેને મારશે તેવો ડર હોવાના કારણે મનીષે તેના એક અશોક પાંડે નામના મિત્ર જોડેથી પિસ્તોલ ખરીદી હતી. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે શોર્ટકર્ટમાં પૈસા કમાવવા માટે તેણે સૌથી પહેલા કાર લૂંટી અને પછી ખંડણી માટે ધમકી આપી હતી. આરોપીએ કુબેર કારમેળાનો નંબર ઓનલાઇન મેળવીને તેમને ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.