સુરતમાં યુવકે જન્મદિવસે રસ્તા પર તલવારથી કેક કાપી, પણ પછી થયું આવું
Surat : આજકાલ યુવકો પોતાના જન્મદિવસ મનાવવા માટે અવનવા ખેલ કરતા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તલવાર વડે કેક કાપીને યુવકો રસ્તા પર જાહેરમાં જ જાણે આતંક ફેલાવતા હોય એટવું સામે આવ્યું છે અને પોલીસે દરેકને પાઠ પણ ભણાવ્યો છે ત્યારે હવે જાહેરમાં તલવારથી કેક કાપી તમાશો કરવા માટે Surat પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. 21 વર્ષના માધવ સુરતીએ જાહેર રસ્તા પર તલવારથી કેક કાપી હતી અને તેનો વિડીયો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરુ કરી હતી.પોલીસે યુવકની ધરપકડ પણ કરી છે.
વિડીયોમાં પોલીસે સ્પષ્ટ જોયું કે કોલેજિયન યુવક રસ્તા પર જ કેક તલવારથી કાપી રહ્યો છે. અડધી રાત્રે રસ્તાની વચ્ચોવચ વાહન પાર્ક કરીને તલવારથી કેક કાપી તમાશો કર્યો હતો. હાલ તો માધવની ધરપકડ કરી Limbayat પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. યુવક સાથે અન્ય યુવકો પણ સામેલ હતા તેની પણ ઓળખ કરીને પોલીસ તેમને તેડું મોકલી શકે છે.સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર જાહેરમાં આ રીતે Birthday ઉજવવા પર પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતમાં આ રીતે તમાશો કરતા યુવકો ઝડપાયા હતા બાદમાં પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા હથિયારો વડે જન્મદિવસ કે અન્ય ઉજવણી પણ પ્રતિબંધ મુક્યો છે.