CrimeGujaratSouth GujaratSurat

કિશન ભરવાડની આગ હજુ તો ઠંડી નથી પડી ત્યાં બીજી એવી એક ઘટના આવી સામે

સુરતમાં કોલેજના એક વિદ્યાર્થીએ ધંધુકાના કિશન ભરવાડ જેવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતા તે જ કોલેજના અમુક વિધર્મી વિધાર્થીઓ અને અન્ય લોકોએ મળીને બે વિધાર્થીઓને ખૂબ માર માર્યો હતો. જોકે બન્ને વિદ્યાર્થીઓએ પોતાની ચાલાકીથી જીવ બચાવી લીધો હતો. અને ત્યારબાદ બન્નેએ આ ઘટના અંગે પોલીસ ને જાણ કરી હતી. હાલ ઉમરા પોલીસ મથકે આ સમગ્ર મામલો પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતની કે.પી કોમર્સ કોલેજના એક વિધાર્થીએ સોશિયલ મીડિયામાં શ્રી કૃષ્ણ ભગવાન વિશેની પોસ્ટ મૂકી હતી. ત્યારે આ પોસ્ટ હટાવવા માટે કોલેજના વિધર્મી વિધાર્થીએ ફોન કરીને પોસ્ટ હટાવવાની વાત કરી હતી. અને હિન્દૂ વિદ્યાર્થીએ પોસ્ટ દૂર કરી દીધી હતી.

જાણકારી અનુસાર, હિન્દૂ વિદ્યાર્થીએ પોસ્ટ ડીલીટ કર્યા પછી એક જ કોલેજમાં જોડે જ ભણતા એક વિધર્મી યુવકે હિન્દૂ યુવકને હત્યા કરી નાખવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ બંને વિધાર્થીઓ કર્યા છે. અને 10 હુમલાખોરોએ કોલેજની બહાર જેટલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વિધાર્થીને તેમજ તેના મિત્ર પર હુમલો કર્યો હતો. અને ખૂબ માર માર્યો હતો.

વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી ગયા, અને તુરંત જ પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. પોલીસ પણ આ બનાવને જાણીને ચોંકી ઉઠી હતી. ત્યારબાદ આ મામલાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ તુરંત જ દોડતા થઈ ગયા હતા.

ભોગ બનનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાને કારણે વિધર્મી યુવકોએ મને ખુબ માર માર્યો, માંડ માંડ અમે અમારો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા. અને તરત જ અમે પોલીસનો સંપર્ક કર્યો હતો. વિદ્યાર્થીએ કહ્યું કે, કોલેજમાં તેની સાથે અભ્યાસ કરનાર શોએબ નામના યુવાને ફોન કરીને પોસ્ટ દૂર કરવા માટે ધમકી આપી હતી. અને ત્યારબાદ જાવેદ ખાને પણ તે જ રીતે ફોન કરીને ધમકી આપી હતી. જે બાદ 10 જેટલા લોકોએ મારા અને મારા મિત્ર પર હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે