સુરતના હીરાબાગ પાસે થોડાક દિવસો પહેલા રાત્રિના સમયે એક ખાનગી બસમાં આગ લાગી હતી,જેમાં મહિલા બસમાં ફસાઈ જતા તે જીવતી સળગી ગઈ હતી.આગમાં લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઈ ગયો હતો.આ કેસમાં પોલીસે ટ્રાવેલ એજન્સીના મહેતાજી, ડ્રાયવર તથા ક્લીનરની પણ ધરપકડ કરી હતી.
આ મામલે તપાસ કરવામાં આવી રહી છે જેમાં તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.ત્યારે વધુમાં ફરી આ કેસમાં પોલીસે ભાવનગરથી હિરા પ્રોસેસરની ધરપકડ કરી છે,જેના કારણે બસમાં આગ ફેલાઈ હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે ધરપકડ થયેલ હિરા પ્રોસેસરે હિરા સાફ કરવાના એસિડના પાર્સલ મંગાવ્યા હતા,જેના કારણે બસમાં આગ વધુ પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું.માહિતી અનુસાર જણાવીએ તો અમદાવાદની ખાનગી બસો ચેક કરવામાં આવી તો ૮૦ ટકા ખાનગી બસોમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો.