);});
AstrologyGujarat

સૂર્યની રાશિ પરિવર્તન આ રાશિના જાતકોને આપશે શુભ ફળ, દરેક સમસ્યાનો આવશે અંત

મકર સંક્રાંતિ એ ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારમાંથી એક છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતા જ ખરમાસ સમાપ્ત થઇ જાય છે અને આ દિવસ પછી શુભ અને માંગલિક કાર્ય કરવા માટે સારો સમય શરુ થાય છે. જયારે સૂર્ય ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એ સમયને સંક્રાંતિ સમય કહેવાય છે. હિન્દૂ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવ કહેવાય છે. તેઓ દરરોજ દર્શન આપીને આખી સૃષ્ટિમાં ઉર્જાનો સંચાર કરે છે. ભારતીય જ્યોતિષમાં સૂર્યને નવગ્રહના સ્વામી માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે સૂર્ય તેની નિયમિત ગતિએ તેની રાશિ બદલે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાંતિ તિથિઓ આવે છે. જેમાં મકરસંક્રાંતિ સૌથી મહત્વની છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, મકરસંક્રાંતિ સુધીનો સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. આ રાશિઓ પર ગ્રહોના રાજા સૂર્ય ભગવાનની કૃપા રહેશે. ચાલો જાણીએ 14 જાન્યુઆરી સુધી મકર રાશિના લોકો માટે કઈ રાશિ શુભ રહેશે.

મેષ રાશિ : મેષ રાશિના જાતકો શત્રુઓ પર વિજય મેળવશે. કામ કરવાની જગ્યાએ પ્રમોશન મળશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જે લોકો લગ્ન કરવા માટે તૈયારી કરી રહ્યા છે તેમના જીવનની બાધાઓ દૂર થશે.

મિથુન રાશિ : મિથુન રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ પછીનો સમય શુભ ફળ આપશે. આ દરમિયાન કાર્યસ્થળથી સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. નાણાકીય દૃષ્ટિએ પણ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં આર્થિક પ્રગતિ કરાવશે.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે મકરસંક્રાંતિ પછીનો સમય માન-સન્માનમાં વધારો કરવાનો છે. કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. સૂર્યનું રાશિ પરિવર્તન તમને સફળતા પણ અપાવશે. પૈસા આવવાની નવી તકો પણ તમારી સામે આવી શકે છે.