India

જ્યારે દેવદૂત બનીને આવ્યો સ્વિગી ડિલિવરી મેન, કર્નલનો બચાવ્યો જીવ અને પછી

વ્યક્તિની લાગણી જ્યારે પ્રબળ હોય ત્યારે તેને દેવ લાગણીમાં બદલતા વાર નથી લાગતી. એવી લાગણી વાળા વ્યક્તિ માનવીના રૂપમાં દેવદૂત બની જાય છે. એવો દેવદૂત બનીને આવ્યો છે સ્વિગી ડિલિવરી બોય. જેણે સેનાના રિટાયર્ડ કર્નલને મૃત્યુના દરવાજાથી પરત લઈને આવ્યા. તેમનો જીવ બચાવી લીધો. શું છે આખી વિગત ચાલો જાણીએ.

‘ડિલિવરી બોય’નું કામ જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે તમને ખોરાક અથવા અન્ય વસ્તુઓ પહોંચાડવાનું હોય છે. જો જોવામાં આવે તો ખાદ્યપદાર્થો કે વસ્તુઓની ડિલિવરી થતાં જ ડિલિવરી બોયની ભૂમિકા ખતમ થઈ જાય છે, પરંતુ મુંબઈમાં સ્વિગીની કર્મચારી મૃણાલ કિરદતે બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે બાદ તેને ડિલિવરી બોયને બદલે ‘એન્જલ’ કહેવામાં આવી રહ્યો છે. રિટાયર્ડ કર્નલ મોહન મલિક, જેમનો જીવ આ ડિલિવરી બોયના કારણે બચી ગયો છે, તેણે પોતે આ ઘટના શેર કરી છે.

સ્વિગી તરફથી ઇન્સ્ટાગ્રામ પર કર્નલ અને કિરદત બંનેના ફોટો શેર કરવામાં આવ્યા હતા અને સાથે કર્નલ પાસેથી મળેલ વિગત પણ લખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ’25 ડિસેમ્બરે હું ખૂબ બીમાર થઈ ગયો હતો અને મારો દીકરો મને લીલાવતી હોસ્પિટલ લઈ જવાનું નક્કી કરે છે. પણ રસ્તામાં ખૂબ ટ્રાફિક હતો અમે એક ઇંચ પણ ખસી શક્યા હતા નહીં. મારો દીકરો સતત કોઈને કોઈ ટુ વ્હીલર ચાલક પાસેથી મદદ માંગી રહ્યા હતા કેમ કે તે ટુ વ્હીલર જ ટ્રાફિકમાં જલ્દી નીકળી શકતા હતા. પણ પાસેથી નીકળવાવાળા કોઈએ મદદ કરી નહીં.’

તેણે આગળ લખ્યું, ‘એક સ્વિગી ડિલિવરી બોય દયાળુ હતો અને તરત જ મને હોસ્પિટલ લઈ જવા માટે રાજી થઈ ગયો. વારંવાર બૂમો પાડ્યા બાદ મૃણાલ કિર્દતે અન્ય ડ્રાઈવરોને રસ્તો આપવા કહ્યું. આખરે મૃણાલ મને હોસ્પિટલ લઈ ગઈ. મૃણાલે હોસ્પિટલના સ્ટાફને જાણ કરી કે હાલત ગંભીર છે અને તેમને વહેલી તકે દાખલ કરવામાં આવે.

આ મામલો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ ડિલિવરી બોયને સુપરમેન કહી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે ડિલિવરી બોય સાથે સંબંધિત આ પ્રકારની કિસ્સાઓ સામે આવી હોય. ગયા વર્ષે પણ એક ટ્વિટર યુઝરે પોતાનો અનુભવ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે ઝોમેટો ડિલિવરી બોય પોતાનું વોલેટ ગુમાવ્યા પછી પણ ફૂડ ડિલિવરી કરવા આવ્યો હતો.