health

ઉનાળામાં કઈ વરદાનથી ઓછું નથી તાડગોલા ફળ, જાણો તેને ખાવાના જોરદાર ફાયદા…

ઉનાળાની ઋતુમાં એવા ઘણા ફળ મળી જાય છે, જે તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવી શકે છે અને શરીરને અંદરથી ઠંડક આપતાં હોય છે. આવા હાઇડ્રેટિંગ ફળોમાંનું એક છે તાડગોલા જે આઇસ એપલ તરીકે પણ ઓળખાય છે. આ ઠંડુ-સ્વાદ ભર્યું ફળ પાણીથી ભરપૂર હોય છે અને લીચી જેવું લાગે છે અને નારિયેળ જેવો સ્વાદ આવતો હોય છે. તાડગોલા મોટાભાગે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહારાષ્ટ્રના કોંકણ ગોવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ઉનાળા દરમિયાન જોવા મળતું ફળ છે. તમે તેનું નામ પહેલીવાર સાંભળ્યું હશે, પણ તાડગોલા ઉનાળામાં કોઈ વરદાનથી ઓછું માનવામાં નથી આવતું. આજે અમે તમને તેના ખાસ ફાયદા જણાવીશું, તો ચાલો જાણીએ…

શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે..
ઉનાળાના દિવસોમાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ રહે છે. ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે તાડગોળાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પુષ્કળ પાણી છે. આને ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે, શરીરમાં પાણીની કમી નથી થતી. તે ઠંડકની અસર ધરાવે છે, તેથી તે શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

એસિડિટીની સમસ્યા દૂર કરે…
તાડગોળામાં વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે એસિડિટીમાં ફાયદાકારક છે. વિટામિન B12 શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે. તેનાથી પાચન શક્તિ મજબૂત થાય છે. પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, બળતરા, પેટમાં દુખાવો વગેરેમાં રાહત આપે છે.

સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ…
સંશોધન સૂચવે છે કે તાડગોળાના ફળના 100 ગ્રામ દીઠ લગભગ 40 કેલરી જોવા મળે છે. ઉપરાંત, તે લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું ફળ છે અને શરીરને ઊર્જા પ્રદાન કરે છે. આ બધા કારણો મળીને તેને સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ બને છે. તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે અને તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ…
તાડગોળામાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને પર્યાપ્ત શક્તિ પ્રદાન કરે છે, તેમજ રોગપ્રતિકારક તંત્રના સેલ્યુલર કાર્યને સુધારે છે. તે જ સમયે, તેનું સેવન શરીરને રોગો અને ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે.

UTI માં ફાયદાકારક…
UTI માં તાડગોળાનું સેવન ઘણી રીતે ફાયદાકારક છે. તે માત્ર મૂત્રવર્ધક પદાર્થ નથી, પણ તે બેક્ટેરિયલ ચેપને ઘટાડવામાં પણ મદદરૂપ છે. આ ખાવાથી તમારા મૂત્રાશયનું સ્વાસ્થ્ય બિલકુલ સારું રહે છે અને પેશાબને લગતી કોઈ સમસ્યા થતી નથી. આના કારણે તમારે તાડગોલાનું સેવન ચોક્ક્સ કરવું જોઈએ.

કબજિયાતની સમસ્યામાં રાહત આપશે…
કબજિયાતની સમસ્યા એક એવી સમસ્યા છે જે ભલે બહુ નાની લાગે, પણ વાસ્તવિક જીવનમાં તે આખી સિસ્ટમને ગડબડ કરી નાખે છે. તાડગોળાનો રસ પીવાથી પેટમાં એકઠા થયેલા મળની ગતિ સારી થવા લાગે છે. આ કારણથી તે કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે.