ચા પીવાના નામે સાથે લઈ ગયા અને પછી મિત્રોએ સાથે મળીને કરી નાખ્યું ખૂન
મિત્રો એટલે સંકટ સમયની સાંકળ એવું કહેવાતું હોય છે. પરંતુ કેટલાક મિત્રો તો એવા હોય કે જેના લીધે આપણો જીવ પણ જોખમાતો હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં ચા પીવાનું કહીને 21 વર્ષના એક યુવકને તેના બે મિત્રો સાથે લઈ ગયા સાથે બેસેલા અને પછી બંને જણાએ 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડયા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષની ઉંમરનો અક્રમ વસીમ હાસમી છેલ્લા પાંચ વર્ષથી સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતો હતો. અક્રમનો પરિવાર તેમના મૂળ વતન લખનઉમાં રહે છે. જયારે અક્રમ સુરતમાં એકલો તેના મિત્રો સાથે રહીને સોફા બનાવવાનું કામ કરતો અને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. અક્રમની હત્યાને લઈને તેના એક મિત્ર આલોક રામે જણાવ્યું હતું કે, અક્રમ તેના પાંચ મિત્રો સાથે રાત્રીના 11:30 વાગે બેઠો હતો. તે દરમિયાન અક્રમના બે મિત્રો રાજુ તેમજ જીતેન્દ્ર બાઈક પર સવાર થઈને આવ્યા હતા અને ચા પીવા જઈએ તેમ કહીને અક્રમને તેની સાથે લઈ ગયા હતા. જવાનું કહેતા બાઈક પર ગયા હતા. ત્યાર પછી નજીકમાં જ આવેલા એમ દારૂના અડ્ડા પર અમે બધા મિત્રો ગયા હતા. જ્યાં અક્રમ અને તેના બે મિત્રો મિત્રો સહિતના વચ્ચે એક બેઠક થઈ હતી.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, મિટિંગ પછી તે લોકોએ મને ત્યાંથી દૂર જતું રહેવા માટે કહ્યું હતું. ત્યારપછી અક્રમને તેના મિત્ર રાજુ અને જીતેન્દ્રએ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી હું દોડીને તરત જ ત્યાં પહોંચ્યો તો તે લોકોએ મારા પર પણ હુમલો કર્યો હતો જો કે ત્યારપછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. વધુમાં તેણે જણાવ્યું હતું કે, મિટિંગ પછી તે લોકોએ મને ત્યાંથી દૂર જતું રહેવા માટે કહ્યું હતું. ત્યારપછી અક્રમને તેના મિત્ર રાજુ અને જીતેન્દ્રએ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી હું દોડીને તરત જ ત્યાં પહોંચ્યો તો તે લોકોએ મારા પર પણ હુમલો કર્યો હતો જો કે ત્યારપછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ચપ્પાના ઘાથી અક્રમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર તબીબે અક્રમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા સચિન પોલીસ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આરોપી જીતેન્દ્ર તેમજ રાજુ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરીને બંને આરોપીઓને ઝડપી પાડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો અક્રમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.