India

રેલવે ટ્રેક પર 4 કોલેજીયન યુવકો પાર્ટી કરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી અને…

આજકાલ યુવકો બેફામ રીતે જાહેરમાં પાર્ટી કરતા હોય છે ત્યારે અનેક અકસ્માત સર્જાતા હોય છે.આવો જ એક ભયાનક બનાવ તામિલનાડુ આ બન્યો છે. કોઈમ્બતૂરમાં એન્જિનિયરિંગના 4 વિદ્યાર્થી એક ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ ચારેય લોકો રેલવે ટ્રેક પર દારુની પાર્ટી કરી રહયા હતા ત્યારે જ ટ્રેન આવી અને આ ચારેય ને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં ચારેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ટ્રેન ડ્રાઈવરે વરિષ્ઠ અધિકારીઓને આ વાતની જાણકારી આપી હતી. બાદમાં રેલસે પોલીસને સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યા હતાં.

મૃતકોની ઓળખ કોડાઈકેનાલના સિદ્દીક રજા, રાજશેખર, કરુપ્પા સ્વામી અને ગૌતમ તરીકે થઈ છે. કરુપ્પાસ્વામી અને ગૌતમ પરીક્ષા આપવા આવ્યા હતાં. તેના સાથી વિઘ્નેશને ઈજાઓ થઇ છે. ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે.