ભારતીય સિનેમાના સ્વરકોકિલા લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યાને ૧૨ મિનિટે નિધન થયું છે.તેમની લોકપ્રિયતા ભારત સુધી મર્યાદિત નહોતી, ભારત સિવાય વિદેશમાં પણ તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
લતા મંગેશકરના અંતિમ દર્શનાર્થે ફિલ્મજગતના ઍક્ટર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર,વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા.
આ દરમિયાન ગુજરાતી કલાકાર હિતુ કનોડિયાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની દિવંગત સિંગર સાથેની તસવીર શેર કરી હતી.જેમાં કનોડિયા બ્રધર્સ એકદમ જુવાન દેખાતા હતા.આ તસવીરની સાથે ઈમોજી પણ મૂક્યું હતું.
જાણીતું ન્યૂઝ પ્લેટફોર્મ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની સિંગર લતા મંગેશકર સાથેની કેટલીક યાદો વિશે જાણવા માટે હિતુ કનોડિયાનો સંપર્ક કર્યો હતો.આ સમયે તેમણે જણાવ્યું હતું કે,આ તસ્વીરો લતા મંગેશકર સાથે રેકોર્ડ કરેલ ગીત દરમિયાનની છે’.તેમણે વધુમાં જણાવ્યુ હતું કે,પાપા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા પહેલેથી જ લતા મંગેશકરના ખૂબ ચાહક હતા.
પોતાના ગીતો થકી અમારા પરિવારને ફેમસ કરવામાં તેમનો ખૂબ મહત્વનો ફાળો હતો’.મહેશ કનોડિયાએ એકવાર લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયુ હતું. ત્યારે લતા મંગેશકર તેમનો અવાજ સાંભળી એટલા પ્રભાવિત થયા હતા કે,પોતાના જન્મદિવસે મહેશ કનોડિયાને જમવા બોલાવ્યા હતા.લતા મંગેશકરે બંને ભાઈઓને પોતાના ઘરે બોલાવીને એમના ગીતો સાંભળ્યા હતા.