India

તારક મેહતા શોની સોનુનો એવો ફોટો વાઇરલ થયો કે લોકોને ના થયો વિશ્વાસ

ટીવીનો પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. આ શો છેલ્લા 13 વર્ષોથી લોકોને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. લોકો આ સિરિયલ ખુબ જ પસાંદ કરી રહ્યા છે. ટીઆરપીની બાબતમાં પણ આ શો સૌથી આગળ હોય છે.આ શોના તમામ પાત્રોએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. જેઠાલાલ હોય, દયાબેન હોય, કોમલ ભાભી હોય, રોશન ભાભી હોય કે બબીતા જી હોય, આ તમામ પાત્રોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આ શોના તમામ કલાકારોએ પોતાના પાત્રોથી લોકોના દિલ જીતી લીધા છે. એટલું જ નહીં, આ શોના પાત્રો લોકોના દિલની એટલી નજીક છે કે લોકો તેમને વાસ્તવિક માનવા લાગ્યા.

આ સિરિયલમાં જૂની સોનુનું પાત્ર ભજવનાર જીલ મેહતા છે જેને લોકોનું ખુબ પ્રેમ મળ્યો હતો. તેણે એક બાળ કલાકાર તરીકે આ સિરિયલ જોઈન કરી હતી. તમને જણાવી દઈએ કે જીલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે તેના ચાહકો માટે કોઈને કોઈ પોસ્ટ કરતી હોય છે. હમણાં જ જીલ મેહતાના અમુક ફોટો ખુબ વાઇરલ થઇ રહી હતી. આ ફોટો જોઈને તેના ચાહકો ચોંકી ગયા છે.

પ્રખ્યાત ટેલિવિઝન શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના સોનુ એટલે કે ઝિલ મહેતાનું તાજેતરનું ફોટોશૂટ લાલ દુલ્હનમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેનો આ લુક જોયા બાદ ફેન્સને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

સોનુ ઉર્ફે ઝિલ મહેતાની આ તસવીરો જોઈને એક પ્રશંસકે લખ્યું, “વાહ ખૂબ જ સુંદર.” આ તસવીરો પર કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું કે, વિશ્વાસ નથી આવતો કે આ એ જ છોકરી છે. આ તસવીરો પર ચાહકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. સોનુ એટલે કે ઝિલ મહેતાની આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આપણા ગુજરાતની જ રહેવાસી છે જીલ પણ તે હમણાં મુંબઈ રહે છે. તેની માતા એક બ્યુટિશિયન છે. તેના પિતા એક બિઝનેશમેન છે. જીલ મેહતાને ફરવાનો ખુબ શોખ છે. આ કારણે તે ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની ટ્રાવેલિંગ પોસ્ટ શેર કરતી રહે છે. તેમના ચાહકોને આ પોસ્ટ ખુબ પસંદ આવે છે.