ઠંડીમાં ગરમા ગરમ ચા પીવી બધાને ખુબ પસંદ હોય છે. આજે અમે તમને 4 પ્રકારની અલગ અલગ ચા વિષે જાણવશુ કે આ ચા એ સ્વાદમાં તો સારી છે જ સાથે સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. ચા પીવાથી કેન્સર, ડીહાઇડ્રેશન અને મેદસ્વીતા સહિતની ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે અને જો તમને આ બીમારીઓ નથી તો તમને તે થવાનું જોખમ પણ ઘટી જાય છે. દિવસમાં બે થી ત્રણ કપ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેમ કે ચામાં શરીરમાં થવાવાળા ઓક્સીકરણના નુકશાનથી બચાવે છે અને એન્ટીઓક્સીડેન્ટ બનાવે છે.
મસાલા ચા :મસાલા ચામાં ઉપયોગમાં લેવાતા તમામ મસાલા જેવા કે એલચી, તુલસી, લીકર, આદુ, કાળા મરી, લવિંગના ઘણા ફાયદા માનવામાં આવે છે, પરંતુ જો આ બધા મસાલાઓને એકસાથે ભેળવી દેવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મસાલા ચા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, થાક દૂર કરે છે, દુખાવો દૂર કરે છે, શરદી-ખાંસીમાં રાહત આપે છે અને પાચન શક્તિ વધારે છે.
લીંબુ ચા :લેમન ટી પીવાથી શરીરમાં તાજગી તો આવે જ છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ચાના સેવનથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. લેમન ટી પીવાથી આપણે આપણું વજન નિયંત્રિત કરી શકીએ છીએ. તેમજ લેમન ટી પીવાથી પ્રેગ્નેન્સી દરમિયાન ચક્કર આવવા અને ઉલ્ટીની સમસ્યાથી રાહત મળે છે. લેમન ટી ત્વચા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.
ઈલાયચી ચા :એલચીની ચા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એલચીમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. જેમ કે વિટામિન B1, B6, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન C જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ છે. તે જ સમયે, એલચીમાં હાજર કેલ્શિયમ અને ફાઈબર તમારા વજનને સ્થિર રાખે છે.
આદુની ચા :આદુની ચા પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આદુમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, આયર્ન અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આને પીવાથી ગળા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓમાં રાહત મળે છે. આદુની ચા પીવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.