રિક્ષા ચલાવીને અને દૂધ વેચીને બન્યા હતા શિક્ષક, નિવૃતિ પછીની બધી રકમ કરી ગરીબ બાળકો માટે દાન
આજે પણ સમાજમાં એવા લોકો છે જેમના લીધે માનવતા, સંસ્કૃતિ અને સંસાર ચાલી રહ્યો છે જે બીજાની માટે જીવતા હોય છે. પોતાનું બધુ જ આપવા માટે તેઓ તૈયાર હોય છે. એવી જ એક માનવતાની મિશાલ કહેવાતા વ્યક્તિ વિષે આજે અમે તમને જણાવશું. અહિયાં એક શિક્ષક રિટાયર્ડ થયા પછી મળવાવાળા પૈસા કે જે લગભગ 40 લાખની આસપાસ છે તે રકમ ગરબ બાળકોને ભણાવવા માટે દાન કરવા આપી દીધી છે.
માનવતાનું આ અનોખું ઉદાહરણ બેસાડનાર આ શિક્ષકનું નામ છે વિજય કુમાર ચાંદસોરિયા, જેમણે પોતાની શાળાના બાળકો માટે વધુ સારા શિક્ષણ અને વધુ સારી સુવિધાઓ માટે પોતાના પરિવારની સલાહ લીધા બાદ નિવૃત્તિ ફંડનું દાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, પન્ના જિલ્લાના ક્લસ્ટર સેન્ટર રક્ષેહાની પ્રાથમિક શાળા ખાદીન્યાના સહાયક શિક્ષક વિજય કુમાર ચાંદસોરિયા હવે નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે.
નિવૃત્ત થતાંની સાથે જ તેમણે તેમના JPF ફંડમાંથી મેળવેલી તમામ રકમ શાળાના બાળકો માટે સારા શિક્ષણ અને સારી સુવિધાઓ માટે દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે તેમના જીવનકાળમાં ક્યારેય આ ફંડમાંથી પૈસા લીધા નથી. આમાં, આખી રકમ લગભગ 40 ચાલીસ લાખ રૂપિયા છે, જે તેમણે દાન કરવાની જાહેરાત કરી છે.
વિજય કુમાર ચંદસોરીયાના નિર્ણયથી તેમનો આખો પરિવાર ખુશ છે અને પરિવાર તેમના આ નિર્ણય પર ગર્વ કરી રહ્યા છે. શિક્ષકનું બાળપણ બહુ ગરીબીમાં વીત્યું હતી. એક ગરીબ ઘરમાં જન્મ થયા પછી તેમણે દૂધ વેચીને અને રિક્ષા ચલાવીને પોતાનું ભણવાનું પૂરું કરે છે.આવી સ્થિતિમાં ગરીબીમાં ભણવામાં બાળકને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તે સારી રીતે જાણે છે. 1983 માં, તેઓ રક્ષેહામાં સહાયક શિક્ષક તરીકે પોસ્ટ થયા. તેમની 39 વર્ષની સેવા દરમિયાન તેઓ હંમેશા તેમના પગારમાંથી બાળકોને કપડાં અને ભેટો આપતા હતા.
એક કાર્યક્રમ દરમિયાન, તેણે કહ્યું- ‘મારી પત્ની, બે પુત્રો અને પુત્રીની સંમતિથી, મેં મારા તમામ પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીના પૈસા ગરીબ વિદ્યાર્થીઓ માટે શાળામાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. દુનિયામાં કોઈ દુઃખ ઓછું કરી શકતું નથી, પરંતુ આપણે જે સારું કરી શકીએ તે કરવું જોઈએ.
આ નિવૃત્ત શિક્ષકે કહ્યું, ‘મેં મારા જીવનકાળમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આજીવિકા માટે અને મારો અભ્યાસ પૂરો કરવા માટે મેં રિક્ષા ચલાવી અને દૂધ વેચ્યું. હું 1983માં શિક્ષકની પોસ્ટ પર જોડાયો. હું 39 વર્ષ સુધી ગરીબ શાળાના બાળકો વચ્ચે રહ્યો અને હંમેશા મારા પગારમાંથી તેમને ભેટ અને કપડાં આપતો. ભેટ મળ્યા બાદ બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને મને પ્રેરણા મળી. આ બાળકોના સુખમાં ભગવાન દેખાય છે.એક રીતે આ રકમ તેમના આખા જીવનની કમાણી હતી. રિટાયર્ડમેન્ટ પછી મળેલ રકમને શિક્ષકએ ગરીબ બાળકોની શિક્ષા માટે સ્કૂલને દાન કરવાની ઘોષણા કરી. શિક્ષકના આ કાર્યથી આખા જિલ્લામાં તેમના વખાણ થઈ રહ્યા છે.