Gujarat

એક મહિલાનું દુ:ખ જાણીને શિક્ષકે કરી એવી મદદ કે તેમની ચારોતરફ થઈ રહી છે પ્રશંસા

કોરોના કાળ બાદ અને સતત મોંઘમારી વધતા લોકોના જીવન નાની-મોટી મુશ્કેલીઓમાં વધારો પણ થયો છે. પરંતુ તેની સાથે લોકો તેમના જીવનમાં આગળ વધી રહ્યા છે. પરંતુ આપણી આજુબાજુ ઘણા એવા પરિવારો રહેલા છે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે એક એવા જ મહિલા વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ જેનું જીવન તેમના પતિના મૃત્યુ બાદ ઘણું મુશ્કેલ ભર્યું બન્યું છે. આ મહિલાનું નામ સુભદ્રા છે અને તેઓ ૪૬ વર્ષના છે તેઓ મૂળ કેરળના રહેવાસી રહેલા છે અને તેઓએ તેમના બાળકોના શિક્ષક ગિરિજા પાસે ખાલી ૫૦૦ રૂપિયાની મદદ લેવા માટે ગયા હતા અને ત્યારે તેમને મોટી મદદ પ્રાપ્ત થઈ હતી.

આપણા દેશમાં જયારે કોઈ વ્યક્તિ ખરેખર મુશ્કેલીમાં હોય છે તો તેની મદદ કરવા માટે દેશના બધા જ લોકો આગળ આવતા હોય છે. એવી જ રીતે આ મહિલા જયારે તેમના બાળકોના શિક્ષક પાસે ખાલી ૫૦૦ રૂપિયા લેવા માટે ગઈ હતી તો ટીચર સુભદ્રાની સ્થિતિ જાણીને ભાવુક થઇ ગયા હતા.

તેમના દ્વારા સોશિયલ મીડિયાથી કરાઉન્ડિંગ ફંડ દ્વારા લોકો પાસેથી મદદ માંગવામાં આવી હતી. આ સાથે જ તેમને ૧૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા અને જોત જોતામાં લોકોએ એટલી મદદ કરીને ૫૪ લાખ ૩૦ હજાર રૂપિયાની તેમને મદદ પ્રાપ્ત થઈ ગઈ હતી. આ રીતે આ મહિલાએ તેમના પતિના મૃત્યુ બાદ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે અને આ વાત સાંભળીને લોકોએ તેમને લાખો રૂપિયાની મદદ મળી ગયા અને હવે આ મહિલા તેમના બાળકોનું અને તેમનું ભવિષ્ય સારું બનાવી શકશે.