GujaratSaurashtra

ભાવનગરમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક પલટી ખાતા…..

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર જાણકારી સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના ભાવનગરથી સામે આવી છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી જઈ રહેલી ટ્રકનું ટાયર ફાટતા તેને પલટી ખાધી હતી. તેના લીધા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતા ટ્રકમાં સવારમાં અનેક ટ્રક નીચે દબાઈ ગયા હતા. આ ટ્રકમાં 12 થી 14 મજૂરો સવાર રહેલા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત છ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તેમજ 108 ની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​​​​​​મેવાસા ગામ તરફથી વલભીપુર આવતા સમયે ટ્રકે પલટી ખાધી હતી.

આ પણ વાંચો: થાઇલેન્ડની યુવતીઓ સાથે મજા માણી રહ્યા હતા યુવકો અને અચાનક થયું એવું કે…

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીત ઈજાગ્રસ્ત થયા છે.  ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

આ અકસ્માતમાં નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ, કવાભાઈ ભીખાભાઈ મકવાણા, સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ, મનીબેન ગભરૂભાઈ રાઠોડ, કોમલબેન મનસુખભાઈ રાઠોડના નામના લોકોના મોત નીપજ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકનો ભયંકર અકસ્માત થતા લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. તેના લીધે ટ્રક નીચે 12 થી 14 લોકો દબાઈ ગયા હતા. ત્યાર બાદ ઘટનાસ્થળ પર હાજર સ્થાનિક લોકો દ્વારા 108 અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા 108 મારફતે ઈજાગ્રસ્ત અને મૃતકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે આ ઘટનામાં હજુ પણ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા છે.