મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોલીસે જયારે એક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો ત્યારે ખુબ જ ચોંકાવનારી વાતો સામે આવી છે. પોલીસને ખબર મળી હતી કે શહેરમાં એક સેક્સ રેકેટ ચાલી રહ્યું છે જેમાં વિદેશરૂ યુવતીઓ પણ સામેલ છે. પોલીસ જયારે સેક્સ રેકેટ પર રેડ પાડી હતી ત્યારે જે લોકો પકડાયા તો તેમાંથી થાઈલેન્ડની યુવતીઓમાં 4 એવી યુવતીઓ હતી જે પહેલા પુરુષ હતી. તેમણે સેક્સ ચેન્જ કરાવીને ભારત આવી હતી. ચાલો જાણીએ શું છે આખી બાબત.
શહેરના મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જ્યોતિ શર્માએ જણાવ્યું કે સેક્સ રેકેટ પર દરોડા પાડ્યા બાદ તમામ યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી વિદેશી યુવતીઓના પાસપોર્ટ પણ જોવા મળ્યા હતા, તે સમયે ચાર યુવતીઓના પાસપોર્ટ પર પુરૂષ લખેલું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે તેઓ પહેલા પુરુષ હતા. બાદમાં તમામ લિંગ બદલીને સેક્સ વર્કર બની ગયા. આ તમામ સ્પા સેન્ટરમાં કામના નામે દેહવ્યાપાર કરતા હતા. પોલીસે સ્પા ઓપરેટર સહિત તમામ યુવતીઓને જેલમાં મોકલી દીધી છે.
પોલીસે જણાવ્યું છે કે મસાજ પાર્લરથી ગિરફ્તાર કરવામાં આવેલ બે યુવતીઓ પહેલા પણ ગિરફ્તાર થયેલ છે. સ્પા સેન્ટરના મેનેજર સંજય વર્મા પણ પહેલા ગિરફ્તાર થયેલ છે. આ બંને યુવતીઓને જણાવ્યું કે જયારે તેમને પહેલા સેક્સ રેકેટમાં પકડવામાં આવ્યા હતા ત્યારે અમુક પ્રોસેસ માટે તેમનો પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો. તેમને જમાનત મળી હતી કે તેઓ દેશ છોડીને નહિ જઈ શકે. પણ જયારે કેસ પૂરો થયો નહિ અને જામીન પર બહાર આવીને જીવન વિતાવવું ખુબ મુશ્કેલ હતું એટલે તેમને સેક્સ ચેન્જ કરાવીને પુરુષ માંથી મહિલા બની અને દેહ વેપારમાં લાગી ગઈ.
નોંધનીય છે કે 6 જાન્યુઆરી 2022ની સાંજે ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસ સ્ટેશને સંયુક્ત કાર્યવાહી કરીને વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શગુન આર્કેડમાં ચાલતા સ્પા પાર્લરમાં દરોડો પાડ્યો હતો. ઈન્દોરના કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ તેના નિર્દેશ આપ્યા હતા. અહીં સ્થળ પરથી 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં થાઈલેન્ડની કેટલીક યુવતીઓ હતી. આમાંની ચાર છોકરીઓ પુરુષથી સ્ત્રી હતી. તમામ સુવિધાઓથી સજ્જ અલગ કેબિન હતી.