IndiaInternational

24 વર્ષની અભિનેત્રીનું હાર્ટ એટેકથી નિધન, સાઉદી અરેબિયામાં લીધા અંતિમ શ્વાસ

મલયાલમ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું નિધન થયું છે. તેણી 24 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લક્ષ્મિકા સજીવને સાઉદી અરબ અમીરાતના શારજાહમાં હાર્ટ એટેક આવ્યો હતો, જ્યાં તે બેંકમાં કામ કરતી હતી. તેના આકસ્મિક નિધનથી સમગ્ર મલયાલમ મનોરંજન ઉદ્યોગમાં શોકની લહેર છે.

મનોરંજન ઉદ્યોગમાં લક્ષ્મિકા સજીવનના યોગદાન વિશે વાત કરીએ તો, તે મલયાલમ સિનેમાની ટૂંકી ફિલ્મ ‘કક્કા’ માટે જાણીતી છે. આ ફિલ્મમાં તેણે પંચમી નામનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ઘણું પસંદ કર્યું હતું. માત્ર દર્શકોને જ નહીં, વિવેચકોને પણ તેનું પાત્ર પસંદ આવ્યું.

આ ફિલ્મનું દિગ્દર્શન અજુ અજીશ દ્વારા કરવામાં આવ્યું હતું અને વેલિથિરા પ્રોડક્શન્સ, 9 એએમ શિબુ મોઈડીન પ્રોડક્શન્સ અને એનએનજી ફિલ્મ્સના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવ્યું હતું. 14 એપ્રિલ 2021ના રોજ, ફિલ્મ OTT પ્લેટફોર્મ નીસ્ટ્રીમ પર રિલીઝ થઈ હતી અને એપ પર તેને 6 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

લક્ષ્મિકા સજીવન અન્ય ઘણી ફિલ્મોમાં પણ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરતી જોવા મળી હતી. જેમાં ‘પુઝયમ્મા’, ‘પંચવર્નાથથા’, ‘સાઉદી વેલ્લાક્કા’, ‘ઉયારે’, ‘ઓરુ કુટ્ટનાદન બ્લોગ’, ‘ઓરુ યમંદન પ્રેમકથા’ અને ‘નિત્યહરિથા નાયગન’નો સમાવેશ થાય છે. તે છેલ્લે 2021માં પ્રશાંત બી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કૂન’માં પણ જોવા મળી હતી.