જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના! દેશના આ મોટા નેતાની કાર ને ટ્રકે ટક્કર મારી, જાણૉ કેવી છે હાલત

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju) ની કારને અકસ્માત નડ્યો હતો. ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં રિજિજુનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના જમ્મુના બનિહાલ વિસ્તારમાં બની હતી. આ ઘટના પર ADG મુકેશ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે.

ADGએ જણાવ્યું કે બનિહાલ વિસ્તારમાં અકસ્માત થયો છે પરંતુ બધા સુરક્ષિત છે અને બધુ નિયંત્રણમાં છે. કાયદા પ્રધાન રિજિજુ પાછા આવી રહ્યા છે. અત્યારે આ અકસ્માત વિશે કહેવામાં આવી રહ્યું છે કે રિજિજુ સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.