GujaratSouth GujaratSurat

સુરત સામૂહિક આત્મહત્યા કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો, પરિવારે આ કારણોસર કરી આત્મહત્યા

સુરતના રત્નકલાકાર પરિવાર દ્વારા આત્મહત્યા મામલે મોટી જાણકારી સામે આવી છે. વીનું મોરડીયા પરિવારના આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં મોટી જાણકારી સામે આવી છે. આ પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરી રહ્યો નહોતો. દીકરો આખો દિવસ મોબાઈલ માં જ સમય પસાર કરતો હતો.

આ મામલામાં સંબંધી અને પાડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામધંધો કરવાનું કહેવામાં આવે તો તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો રહેલો હતો. પરિવાર હીરામાં મંદીને લીધે આર્થિકતંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈ દ્વરા પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો જાણકારી સામે આવી છે. તેમ છતાં મોટા પુત્ર પાર્થ અને અન્ય એક દીકરી ઘરે હોવાથી બચી ગયા હોવાની જાણકારી સામે આવી છે.

સુરતના વિજયનગર સોસાયટીમાં રહેનાર રત્નકલાકાર દ્વારા તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારનાં ચાર સભ્યો દ્વારા સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ પાસે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર  બાદ ચારેય લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ભાવનગરના સિહોરના વતની અને નોકરી ધંધા માટે સુરતનાં વિજયનગર રહેનાર વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. એવાના બુધવારના મોડી સાંજના વિનુભાઈ તેમની પત્ની શારદાબેન, તેમના પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રીના શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.  આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મામલામાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેનાલ રોડ પર એક જ પરિવારનાં ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધા બાદ તેના પિતરાઈ ભાઈ દ્વારા ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી રહેલ છે. તેનું ધ્યાન રાખજો. વિનુભાઈને ચાર સંતાનો રહેલા છે. જેમાંથી બે બાળકોનાં કરુણ મોત થયા છે. જ્યારે મોટો દિકરો મિત્રો સાથે બહાર ગયેલો હતો. અને એક દીકરી માસીનાં ઘરે ગયેલી હતી. રત્નકલાકાર દ્વારા આત્મહત્યા પહેલા વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, મારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેલો નથી. હું સારો પતિ, પુત્ર કે પિતા બની શક્યો નથી. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ રત્નકલાકાર દ્વારા આત્મહત્યા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે વીડિયોને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યો છે.