GujaratSaurashtra

ભાવનગર: લગ્નમાં જ હાર્ટએટેક આવતા દુલ્હન નું મોત, પછી માલધારી પરિવારે કર્યું આવું

ભાવનગરમાં લગ્નના મંડપમાં જ ખુશીઓ અચાનક દુખમાં ફેરવાઇ ગઈ હતી. લગ્નના મંડપમાં જ દુલ્હનને હાર્ટ એટેક આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું. શહેરમાં લીલા તોરણે દુલ્હનનું મોત થતા ગમગીની છવાઈ હતી. જોકે આ પછી જે થયું તેની ચર્ચા હાલ ગુજરાતભરમાં થઈ રહી છે.તમને નવાઈ લાગશે કે દુલ્હન ના મોત પછી પણ લગ્ન પૂરા થયા હતા.

જાન દુલ્હન વગર પાછી ફરે તેના બદલે પરિવારે નિર્ણય કર્યો કે દુલ્હન ની બહેનના લગ્ન વરરાજા સાથે કરાવીએ.હવે આ નિર્ણયની પ્રશંસા ચારેકોર થઈ રહી છે.નોંધનીય છે કે તાજેતરમાં અનેક લોકો હાર્ટ એટેક ને લીધે મોતને ભેટી રહ્યા છે પણ લગ્નના મંડપમાં જ દુલ્હન ના મોટે સૌ કોઈને ચોંકાવી દીધા છે.

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ રાઠોડના ઘરે આ લગ્નનો પ્રસંગ હતો. લગ્ન ગીતો સાથે ઘરનું વાતાવરણ ગુંજી રહ્યું હતું ત્યારે જ દીકરીને હાર્ટ એટેક આવ્યો હતો. દીકરી હેતલના લગ્ન વિશાલ સાથે થવાના હતા. હેતલના લગ્ન થાય તે પહેલા કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું.

હેતલને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઈ ગઈ હતી.તાત્કાલિક સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. જોકે હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું હતું. અચાનક જ માહોલ દુખમાં ફેરવાઇ ગયો પણ આ સંજોગોમાં મૃતક બહેનની નાની બહેન વરરાજાની સાળી થવાની હતી તેને જ વરરાજા સાથે લગ્ન કરાવવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય બાદ બહેનના લગ્ન કરવામાં આવ્યા અને મૃતક હેતલ ના મૃતદેહ ને કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો.