Gandhinagar

ગાંધીનગરમાં વેવાઈ વેવાણના પ્રેમ સંબંધનો કિસ્સો, દીકરાએ પકડ્યા રંગે હાથ

તમને ખ્યાલ હશે કે થોડા સમય અગાઉ રાજ્યમાં એક વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ ભારે ચર્ચામાં આવ્યું હતું. ત્યારે આવું જ કંઈક ગાંધીનગરમાં પણ સામે આવ્યું છે. વેવાઈ અને વેવાણ વચ્ચે રહેલ પ્રેમ સબંધનો ભાંડો ફૂટી જતાં આખા પરિવારમાં હોબાળો મચ્યો છે. પરિવારના ઘણું સમજાવ્યા તો પણ આ લોકો ન માનતા આખરે પરિવાર દ્વારા અભયમની ટીમની મદદ લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં વસવાટ કરતા વિધવા વેવાણને બે પુત્રો છે જેમાં એક પુત્રના સસરાની ઉંમર 72 વર્ષ છે. 72 વર્ષના વેવાઈ અને આ વેવાણ વચ્ચે ઇલું ઇલું શરૂ થઈ ગયું હતું. બંને જણા એક બીજા સાથે છેલ્લા એક વર્ષથી ફોન અને વ્હોટ્સએપ ચેટમાં વાતો કરતા હતા. વેવાઈ વેવાણને મળવા તેમના ઘરે પણ વેવાઇ મળવા જતા હતા. આ ઉપરાંત બંને જણા લાંબા સમય સુધી ફોન પર વાતો પણ કરતા હતા. ત્યારે વેવાણના નાના દીકરાને શંકા જતા તેને તેની માતાના મોબાઇલને તપાસ્યો હતો.

આ પણ વાંચો: ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ

મોબાઈલ તપાસતા જ સમગ્ર પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. જે પછી પરિવારે વિધવા વેવાણ પાસેથી મોબાઇલ જ લઈ લીધો હતો. જેથી વેવાઈ વેવાણની વાતચીત જ બંધ થઈ ગઈ હતી. તો વેવાણને મળવા માટે થઈને વેવાઈ તેમના ઘર આજુબાજુ આંટા મારવા લાગ્યા હતા. પરંતુ વેવાણે તેમને ઘરે આવવાની સ0શત રીતે ના પાડી દીધી હતી. પરંતુ મળવા માટે વેવાઈએ જીદ પકડતા વેવાણે આખરે તેમના ઘર નજીક આવેલ એક મંદિર પાસે મળવાનું નક્કી કર્યુ હતુ. તે દરમિયાન જ વેવાણનો દીકરો ત્યાંથી પસાર થયો અને તેણે આ બંનેને જોઈ લીધા હતા.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નોંધનીય છે કે, વેવાણના દીકરાએ બંનેને એક બીજા સાથે જોયા બાદ તેણે બંનેને સમજાવવાની કોશિશ કરી હતી. જો કે તેઓ ના માનતા છોકરાએ આખરે આ મામલે અભયમની ટીમની મદદ લેવી પડી હતી. કોઈને જાણ ના થાય તે માટે અભયમની ટીમને ઈન્ફોસિટી પોલીસચોકી પાસે બોલાવી હતી. જે પછી ગીતાબેન ખાંટ કે જેઓ ટીમના મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર છે તેમણે ત્યાં પહોંચીને વેવાણ સાથે સંવાદ મરતા માલુમ પડ્યું કે બંને જણા વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધો હતા. ત્યારે અભયમની ટીમે અનેક કલાકો સુધી બંનેને સમજાવ્યા ત્યારે જઈને વેવાઈ વેવણના પ્રેમ સબંધનો આંત આવ્યો હતો.