ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ
ઘણી વખત કેટલાક નરાધમો ઉપર હવસ એટલી બધી હાવી થઈ જતી હોય છે કે તે લોકો સબંધની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક જામનગરથી સામે આવ્યું છે. જેમાં એક કપાતર પુત્ર દ્વારા પોતાની સગી માતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે આ નરાધમ પુત્ર દ્વારા એક વખત નહીં પરંતુ અનેક વખત સગી માતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એવામાં આ મામલામાં કંટાળીને અંતે માતા દ્વારા પુત્ર વિરુધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની વાત કરીએ તો પોતાના પુત્ર સામે ફરિયાદ કરવી માતા માટે ઘણી મુશ્કેલ હતી. એવામાં અંતે માતા દ્વારા કંટાળીને પુત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેમકે નરાધમ પુત્ર દ્વારા અવારનવાર માતા પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું. આ મામલામાં જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માતા દ્વારા પુત્ર ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ દ્વારા પોતાની જ માતા પર દુષ્કર્મ આચરનાર પુત્ર સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ કરતા પુત્ર ઘરથી નાસી ગયો હતો પરંતુ તેને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં નરાધમ પુત્રને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. આ ઘટના સામે આવતા સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે. કેમકે સગા પુત્ર દ્વારા આવું કૃત્ય કરતા તે બધા ચકિત થઈ ગયા છે.