Indiahealth

આ રાજ્યમાં અચાનક વધ્યો કોરોનાનો ખતરો: મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક

The Chief Minister called an emergency meeting

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ના નિર્દેશ પર આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ ગુરુવારે બપોરે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે બેઠક કરશે.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના વિશેષ સચિવ, આરોગ્ય વિભાગના મહાનિર્દેશક, ઓક્સિજન અને પરીક્ષણના નોડલ અધિકારી અને એલએનજેપી સહિત અનેક હોસ્પિટલોના તબીબી નિર્દેશકો હાજર રહેશે.

આ પણ વાંચો: કોરોના પાછો આવી રહ્યો છે, H3N2 પણ બન્યો જીવલેણ…

Delhi માં લાંબા સમય પછી, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોનાથી 2 લોકોના મોત થયા હતા, જ્યારે 300 લોકો સંક્રમિત થયા હતા. દિલ્હીમાં ચેપનો દર વધીને 13.89 થઈ ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના 163 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હાર્ટ એટેક, તાવ અને ઉધરસ: આટલી બધી બીમારીઓ અચાનક કેમ વધી રહી છે? શું તમે પણ જોખમમાં નથી ને?

દિલ્હી (Delhi) માં હાલમાં કોરોનાના 506 સક્રિય કેસ છે. તેમાંથી 452 હોમ આઇસોલેશનમાં છે અને 54 હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ તમામ 54 દર્દીઓમાંથી 17 ICU માં છે. 21 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાનીની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે અલગ વોર્ડ આરક્ષિત કરવામાં આવ્યા છે. આ સાથે ICU બેડ, વેન્ટિલેટર સહિત ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે પ્લાન્ટની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.