Gujarathealth

ભાવનગરથી આવ્યા ચિંતાજનક સમાચાર, ચીનથી આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

ચીનમાં કોરોના વિસ્ફોટ થતા સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો થઈ ગયો છે. તેના લીધે ભારતના તમામ રાજ્યોમાં તેની સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, ગુજરાતમાં ચીનથી આવેલો એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ મામલો ભાવનગર શહેરથી સામે આવ્યો છે.

ભાવનગરમાં ચીનથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાવનગર મનપા હરકતમાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલી દીધો હતો. હાલમાં આ રિપોર્ટ ગાંધીનગર મોકલી દેવામાં આવતા તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે, ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ કોઈ ખુલાસો થઈ શકે છે. આ સાથે જ શહેરમાં આજથી દરરોજના 500 ટેસ્ટ ફરજિયાત કરાશે. જ્યારે દરરોજ 14 આરોગ્ય સેન્ટર પર રિપોર્ટ કરવામાં આવશે.

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
તેની સાથે કોરોનાના નવા વેરિયન્ટ ના લીધે સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયેલ છે. ત્યાં બીજી તરફ રાજકોટ શહેરમાં વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવનાર વિદેશી યુવતી નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરમાં હાહાકાર સર્જાયો છે.