GujaratMadhya Gujarat

આણંદમાં વિદ્યાર્થિની પર પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચારનાર શિક્ષકને કોર્ટે ફટકારી 25 વર્ષની સજા

આણંદ શહેરમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને કોર્ટ દ્વારા ૨૫ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બોર્ડની પરીક્ષામાં વધુ ઈન્ટર્નલ માર્કસ અપાવવાની લાલચ અને બોર્ડની પરીક્ષામાં પાસ ન કરવાની ધમકી આપી સગીર વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લેતા પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એવામાં આ મામલામાં આણંદ જિલ્લાના વિદ્યાનગરની અંગ્રેજી માધ્યમની આઇ. બી. પટેલ સ્કૂલના આરોપી શિક્ષક દર્શનકુમાર હર્ષદભાઇ સુથારને પોક્સો સ્પેશ્યલ કોર્ટના સ્પેશ્યલ જજ તેજસ  આર. દેસાઇ દ્વારા ૨૫ વર્ષની જેલી આકરી સજા ફટકારવામાં આવી છે. તેની સાથે કોર્ટમાં ભોગ બનનાર પીડિતા વિદ્યાર્થિનીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવાનો હુકમ ફરમાવ્યો છે.

આ મામલાને લઈને જણાવી દઈએ કે, આણંદની વિદ્યાનગરની અંગ્રેજી માધ્યમની આઈ. બી. પટેલ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર દર્શનકુમાર હર્ષદભાઈ સુથાર દ્વારા ૧૪ વર્ષ અને ૯ મહિનાની સગીર વિદ્યાર્થિનીને બોર્ડની પરીક્ષામાં કમ્પ્યુટરના પેપરમાં વધુ ઈન્ટર્નલ માર્ક્સ આપવાની લાલચ આપવામાં આવી હતી. તેની સાથે બોર્ડના પેપર પોતે જ ચેક કરે છે અને તે તેને પરીક્ષામાં પાસ કરશે નહીં તવી ધમકી આપી હતી. તેના પછી ગત તા. ૨૦-૩-૨૦૨૨ થી તા. ૨૮-૫-૨૦૨૨ વચ્ચે શિક્ષક દ્વારા વિદ્યાર્થિથી દ્વારા એકથી વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી શિક્ષક દ્વારા માસૂમ વિદ્યાર્થિનીને આ અંગેની કોઇને જાણ ન કરવાની ધમકી પણ આપી હતી. જો તો આ બાબતમાં જાણ કરીશ તો તારા પરિવાજનો હું મારી નાખીશ.

તેની સાથે આ મામલામાં પરિવારને જાણ થતાં પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા  શિક્ષક સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તા. ૨-૦૬-૨૦૨૨ ના રોજ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. .

ત્યાર બાદ આ બાબતમાં એડીશનલ સેશન્સ જજ આણંદની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં ફરિયાદીના વકીલની દલીલો, ૧૫ સાહેદો, ૩૫ દસ્તાવેજો સહિતના પુરાવાને ધ્યાનમાં રાખતા એડીશનલ સેશન્સ જજ, આણંદ તેજસ આર. દેસાઈ દ્વારા આરોપી દર્શનકુમાર હર્ષદભાઈ સુથારને તકસીરવાન ઠેરવી પોક્સો એક્ટ હેઠળ ૨૫ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવો હતો. તેની સાથે કુલ રૂ.૧૧ હજારનો દંડ ફટકારી રૂ. ૪ લાખ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.