અમરેલી: ડોકટર અને વીમા કંપનીના એજન્ટોએ કર્યું એવું કાંડ કે જાણીને તમે પણ ચોંકી જશો
અમરેલી જિલ્લાના રાજુલા પંથક ખાતે ડોકટર અને વિમા એજન્ટ સહિતના લોકો મૃત વ્યક્તિના બોગસ પુરાવા બનાવી તેના ખાતામાં વીમા પોલિસી જમા કરાવી વીમા કંપનીઓને ચુનો લગાડી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલ તો પોલીસે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આ સ્ટૉકમાં 9100 ટકાનો જોરદાર ઉછાળો, રૂપિયા 5 થી 450 રૂપિયાની ઉપર પહોંચ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર શખ્સો રાજુલા ખાતે કાર લઇને જઇ રહ્યા હતા આ દરમિયાન પોલીસે તેમની કારની તલાશી લીધી હતી. ત્યારે તપાસમાં કારમાંથી ગણા બધા બોગસ પાનકાર્ડ, આધારકાર્ડ, વિમા પોલીસીઓ,ચેકબુક, બેંકની પાસબુકો વગેરે મળી આવ્યું હતુ. મોટા પ્રમાણમાં બોગસ પુરાવાઓ મળતા પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ગેંગ રાજુલા આસપાસના વિસ્તારના અત્યંત બીમાર અને સાજા ના થઇ શકે અથવા તો મરણ પથારીએ હોય તેવા લોકોને શોધી તેમના પરિવારનો સંપર્ક કરતા હતા. અને પછી તે બીમાર વ્યક્તિના બધા જ ડોક્યુમેન્ટ મેળવી વીમા પોલિસી કરાવતા હતાં અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પોલિસીની રકમમાંથી અમુક રકમ મૃતકના પરિવારને આપી બાકીની આ લોકો ઉચાપત કરી લેતા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પીએસઆઇએ જાતે જ આ કેસમાં ફરિયાદી બનીને ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં ડુંગર ગામ ખાતે ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા હનુ હમજીભાઇ પરમાર, લેબોરેટરીની સાથે સાથે વિમા એજન્ટનું કામ કરતા વનરાજ મધુભાઇ બલદાણીયા આ સિવાય ભાવનગર જિલ્લાના ઉદયસિંહ રામસિંહ રાઠોડ અને જીતેશ હિમતભાઇ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: દરેક માતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર
તમને જણાવી દઈએ કે, પોલીસે ચાર શખ્સો પાસેથી રૂપિયા 15 લાખ રૂપિયાના કિમતની બે કાર, 10 જેટલા મોબાઇલ તેમજ વીમા પોલિસીઓ, પાનકાર્ડ,આધારકાર્ડ સહિતના પુરાવાઓ સહિતનો મુદામાલ જપ્ત કરી લીધો છે. અને આ રેકેટમાં હજુ બીજા કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તેમજ અત્યાર સુધી આ ગેંગે આ રીતે કેટલી પોલિસી બનાવી અને કેટલાનું કૌભાંડ કર્યું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.