વિસનગરના ગણેશપુરા પુદગામ પાસે ટ્રેક્ટર પલટી ખાતા ચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈરહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વિસનગર તાલુકાના ગણેશપૂરા પુદગામથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિસનગર તાલુકાના ગણેશપૂરા પુદગામ રોડ પર ફૂલ ઝડપે આવી રહેલા ટ્રેકટરચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટરે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે અકસ્માત ટ્રેક્ટર ચાલકને માથાના ભાગમાં ઈજા પહોંચતા ઘટનાસ્થળ પર જ તેનું મૃત્યુ ન નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ટ્રેકટર ચાલકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, દાહોદ જિલ્લાના સાહડા માળફળિયું ગામના છનાભાઈ ખીમાભાઈ ગણાવા છેલ્લા પાંચ વર્ષથી વિસનગર તાલુકામાં અલગ- અલગ સ્થળો પર ચાલતા કન્સ્ટ્રક્શનના કામોમાં ઠેકેદારની કામગીરી કરતા રહેત હતા. એવામાં છનાભાઈ આજે ટ્રેકટર લઈમેં વિસનગર મજૂરોને પૈસા આપવા માટે નીકળેલા હતા.
એવામાં છનાભાઈ પુદગામ ગણેશપુરા રોડ પર ફૂલઝડપે પસાર થઈ રહ્યા હતા. તે સમયે છનાભાઈ દ્વારા ટ્રેકટરના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેના લીધે તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને જાણકારી મળતા દીકરા રાહુલભાઈ છનાભાઈ સહિત તેમના પરીવારજનો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવતા છનાભાઈના મૃતદેહને વિસનગર સિવિલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાવી આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.