AhmedabadGujarat

યુવતી અન્ય યુવક સાથે લગ્નની અરજીને લઈને બાબાના દરબારમાં પહોંચી, ધીરેન્દ્ર શાસ્ત્રી એ સવાલના આપ્યા એવા જવાબ કે….

ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. જ્યારે  ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા પોતાના દિવ્ય દરબારની શરૂઆત અમદાવાદથી કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મોડિયામાં આ દિવ્ય દરબારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દિવ્ય દરબારનો રહેલો છે. આ વીડિયોમાં બાબા દ્વારા એક યુવતીની સમસ્યાનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદની આ યુવતી અન્ય યુવક સાથે લગ્ન કરવા માટે અરજી લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે આવી હતી. બાબા દ્વારા તેમના દરેક સવાલોના જવાબ એ રીતે આપવામાં આવ્યા કે, દીકરીની ખુશીનો પાર રહ્યો નહોતો. ધીરેન્દ્ર શાસ્ત્રી દરેક ભક્તોના મનની વાતને જાણીને પહેલા જ કહી નાખે છે.

જ્યારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીજી યુવતીને પૂછે છે કે, તમે નામ લખાવ્યું હતું? ત્યારે યુવતી ના પાડે છે અને શાસ્ત્રીજી જણાવે છે કે, મને કેવી રીતે ખબર પડી? ત્યારે યુવતી જણાવે છે કે, બાલાજીની કૃપાથી, ત્યારબાદ યુવતી પોતાના સવાલો બાબાજીને કહેવા લાગે છે. યુવતીના સવાલ સાંભળીને બાબજી દ્વારા કહેવામાં આવ્યું કે, પેટમાં પીળા ચાલી રહે છે, દર્દ થઈ રહ્યું છે, લગ્નની અરજી લઈને આવી છે, પ્રેમ થયો છે, તેજ યુવકથી લગ્ન પણ કરવા છે. તમારા પિતાનું નામ રામ નરેશ છે અને ત્યાજ લગ્ન થશે મારા આશીર્વાદ છે. આ સાંભળીને યુવતીની ખુશીનો પાર રહેતો નથી.

શાસ્ત્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, યુવક ખૂબ જ ગંભીર છે ઘરમાં વાત કરવાથી ડરી રહ્યો છે અને કહે છે કે, હું વાત કરીશ પરંતુ તે કરતો નથી અને આ મામલામાં બે વખત ઝઘડો પણ થઈ ગયો છે. તમારા મનમાં ભય છે કે, તે તમને તે દગો ના આપે તે કારણોસર તમે અહીં આવ્યા છો. વાસ્તવમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા અનેક ભાવિ ભક્તોના દુઃખોને દૂર કરવામાં આવી રહ્યા છે.