AhmedabadGujarat

નોકરી અપાવવાની લાલચ આપીને યુવતીને લઈ ગયા રૂમમાં અને પછી….

આજકાલ નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે ઘણી વખત નોકરી ઇચ્છુક લોકોને લાલચ આપીને તેમની સાથે ઘણું ખોટું થયું હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવતીને નોકરીની લાલચ આપીને બે દલાલોએ તેને કોલડ્રિન્કમાં નશાની ગોળી નાખીને પોવડાવી દીધું. અને યુવતી બેભાન થઈ ત્યારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વસવાટ કરતી 32 વર્ષની ઉંમરની એક યુવતી તેના પિતાના ગેરેજ માટે ભાડેથી જમીન શોધી રહી હતી. આ દરમિયાન યુવતી વેસુ વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેસ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામ કરનાર દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી. યુવતીને આ દલાલ દિલીપે બે ત્રણ જગ્યા બતાવી જો કે, યુવતીને તે પસંદ આવી ન હતી. એ દરમિયાન દિલીપે ફેબ્રુઆરી મહીનાના પહેલા અઠવાડિયામાં યુવતીને નોકરી અપાવાનું કહીને મ જમીનનું મોટાપાયે કામકાજ કરનાર એવા અજય દિવાન નામના એક યુવક સાથે સંપર્ક કરાવ્યો હતો. અને યુવતીને કહેવામાં આવ્યું કે તે તારા પિતાના ગેરેજ માટે જમીન આ એ તને નોકરી પણ અપાવશે. ત્યાર પછી તેને સંગીની સર્કલ પાસે મળવા માટે બોલાવી હતી. ત્યાંથી દીલીપ તેની કિયા સેલ્ટોસ કારમાં યુવતીને બેસાડી એરપોર્ટની સામેની બાજુ આવેલ રાજહંસ બેલીઝાના એક રૂમમાં લઈ ગયો હતો.

નોંધનીય છે કે, અજય દિવાન અને દિલીપ ખાંદલીયા બંને યુવતીને હોટલના રૂમમાં લઈ ગયા અને ત્યાં તેમણે યુવતીને નશાયુક્ત કોલ્ડ્રીંક પીવડાવી તેને બેભાન મરી હતી. બાદમાં બંને નરાધમોએ યુવતી સાથે શારીરીક છેડછાડ તેમજ અજય દિવાને તો યુવતી સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

તમને જણાવી દઈએ કે, યુવતીને ધમકી આપતા આ બંને આરોપીઓએ કહ્યું કે જો તે આ વાતની જાણ કોઈને કરી તો અમે સમાજમાં તને બદનામ કરીને તને જાનથી મારી નાંખીશું. જેથી ડરના માર્યા યુવતીએ તે તે સમયે ફરિયાદ કરી ન હતી.જોકે ત્યારપછી ગત રોજ યુવતીએ હિંમત કરી યુવતીએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જમીને દલાલ દિલીપ ખાંડેલીયા અને અજય દિવાન સામે ફરિયાદ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.પોલીસે હાલ તો બંને આરોપી માંથી દલાલ અજય દિવાનની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.