GujaratRajkotSaurashtra

રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના : પતિ બીજી સ્ત્રી સાથે બેઠેલો હતો અને પત્ની આવી પહોંચી જાહેરમાં કરી બન્નેની ધોલાઈ

રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. રાજકોટના બહુમાળી ભવન ચોકમાં પતિ અને તેની પ્રેમિકા મળી રહ્યા હતા તે સમયે તેની પત્ની આવી જતા જાહેરમાં મોટો ઝઘડો થયો હતો. જ્યારે આ ઝઘડો ઉગ્ર બનતા પત્ની દ્વારા પતિ અને પ્રેમિકાની જાહેરમાં પીટાઈ પણ કરવામાં આવી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. તેમાં આ ઘટનાના સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, રાજકોટના બહુમાળી ભવન નજીક પતિ તેની પ્રેમિકા સાથે બેઠેલો હતો તે સમયે અચાનક તેની પત્ની ત્યાં આવી ગઈ હતી. ત્યાર બાદ મામલો વધુ ગરમાયો હતો. જ્યારે પત્ની દ્વારા તેના પતિને બીજી સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે આ દરમિયાન પત્નીને ગુસ્સો આવતા તેને પતિની પ્રેમિકા અને પતિની જાહેરમાં પીટાઈ કરી દેવામાં આવી હતી.

તેની વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પત્ની દ્વારા પતિને અન્ય મહિલા સાથે જોતા બન્નેને લોકોની વચ્ચે ફટકારવામાં આવ્યા હતા. જ્યારે પતિની પ્રેમિકાને જાહેરમાં રોડ પર પણ દોડાવવામાં આવી હતી. આ સિવાય યુવકની પત્ની બોલતા જોવા મળી હતી કે, તેને શરમ નથી આવતી કે, અમારે એક છોકરો છે તેમ છતાં તું તેના પાછળ પડેલી છે. જ્યારે મહિલા વિડીયો બોલે છે કે, આ યુવતી મારા ચાર વર્ષના બાળકને ફસાવી રહી છે અને મારા પતિ સાથે રહે છે અને બોલે છે કે તે લિવ ઇન રિલેશનશીપમાં રહી રહ્યા હતા. આ મહિલા દ્વારા બે વર્ષથી મારી જિંદગી ખરાબ કરી નાખવામાં આવી છે.