રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં હત્યારાઓ સુખદેવ ગોગામેડી અને અન્ય લોકો પર ગોળીઓ ચલાવતા જોવા મળે છે. ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહને ચાર ગોળી મારી હતી.
સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા પહેલાથી જ એક મોટો મુદ્દો હતો અને હવે સરકારની રચના પહેલા આટલી મોટી ઘટના બની રહી છે તે પોતાનામાં જ મોટા પ્રશ્નો ઉભા કરે છે.
સમગ્ર રાજસ્થાનને હચમચાવી દેનારી આ ઘટના બાદ પોલીસે પણ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક હુમલાખોરનું પણ મોત થયું છે અને તેમનું કહેવું છે કે બાકીના બે ગુનેગારોને જલ્દી જ પકડી લેવામાં આવશે. ગોગામેડીની હત્યા બાદ તેના પર રાજકીય ટીપ્પણીઓ પણ આવવા લાગી છે.
કરણી સેનાની હત્યા પર ગજેન્દ્ર સિંહ શેખાવતનું ટ્વિટ સામે આવ્યું છે. શેખાવતે કહ્યું છે કે તેઓ હત્યાની આ ઘટનાથી આઘાતમાં છે. તેમણે પોલીસ કમિશનર પાસેથી આ ઘટનાની માહિતી લીધી અને કહ્યું કે રાજસ્થાનને ક્રાઈમ ફ્રી બનાવવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ગોગામેડીની હત્યાને દુ:ખદ ગણાવી છે.
अपने ही घोंपते हैं पीठ में खंजर🔪
किस तरह घर पे मेहमानों की तरह बैठे हत्यारों ने मौका
पाते ही सुखदेव सिंह गोगामेड़ी पर गोलियों की बौछार कर दी@PoliceRajasthan हत्यारों का तत्काल प्रभाव से इंकाउंटर करे व इनके घरों पे बुलडोजर कार्यवाही हो ✍️ pic.twitter.com/07GHtmD8Kg— Deepak Sharma (@SonOfBharat7) December 5, 2023
પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે કેટલાક સશસ્ત્ર માણસો શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર ગોળીબાર કર્યો. સીસીટીવી ફૂટેજ બતાવે છે કે ગોગામેડી, તેનો એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીઓથી ઘાયલ થયા છે. જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે પુષ્ટિ કરી કે ગોગામેદીનું સારવાર દરમિયાન મોત થયું છે. હત્યા માટે રોહિત ગોદારા જવાબદાર છે. તેણે આરોપ લગાવ્યો છે કે ગોગામેડીના દુશ્મનો તેને સહકાર આપતા હતા. ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયેલા બદમાશની ઓળખ નવીન સિંહ શેખાવત તરીકે થઈ છે.