ગર્લફ્રેન્ડ 15 દિવસે એક વાર નહાય છે… શરીરમાંથી આવે છે વાસ, પ્રેમી એ વ્યક્ત કર્યું દુઃખ
કોઈપણ સંબંધને લાંબો સમય ટકાવી રાખવો હોય તો એડજેસ્ટ કરવું જરૂરી હોય છે. કારણ કે બે વ્યક્તિની વિચારધારા અને રહેણી કહેણી એકસરખી હોય તો જરૂરી નથી બંને એકબીજાથી અલગ હોય છે અને સંબંધ ટકાવી રાખવો હોય તો એકબીજાની ખરાબ આદતોને પણ સ્વીકારવી પડે છે.
સોશિયલ મીડિયા પર એક બોયફ્રેન્ડ એ પોતાની આવી જ દુઃખ ભરી વ્યથા સંભળાવી છે. આ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ ની એક ખરાબ આદતથી ખૂબ જ દુઃખી છે. તેની ગર્લફ્રેન્ડને નહાવું ગમતું નથી તેથી તે 15 દિવસે એકવાર નહાઈ છે.
દુઃખી પ્રેમીનું કહેવું છે કે તેની ગર્લફ્રેન્ડ મહિનામાં બે જ વખત સ્નાન કરે છે. આ આદતથી તે ખૂબ જ દુઃખી છે. તે બંને એકબીજા સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે અને એકબીજા સાથે ખુશ છે. થોડા સમય પહેલા જ તે પોતાની પ્રેમિકાની સાથે તેના ઘરમાં શિફ્ટ થયો છે અને તેમણે લિવિંગ રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું છે. સાથે રહેવાની સાથે જ પ્રેમિકાની વિચિત્ર અને ખરાબ આદતો વિશે તેને ખબર પડવા લાગી.
તેણે જણાવ્યું કે તેની પ્રેમિકા અઠવાડિયામાં એક જ વખત નહાય છે તેની આદત તેને બિલકુલ પસંદ નથી. જ્યારે તેની પ્રેમિકાએ સ્નાન કર્યું નથી હોતું ત્યારે તેના શરીરમાંથી વાસ આવે છે. શરૂઆતમાં તો બોયફ્રેન્ડ સહન કરવાની નક્કી કર્યું. તે પોતાની ગર્લફ્રેન્ડ થી દુર સોફા પર સૂવાનું રાખતો. ઘણી વખત તે પોતાની ગર્લફ્રેન્ડને સ્નાન કરવાનું કહેતો તો તે ગુસ્સે થઈ જતી.
સોશિયલ મીડિયા પર આ વાત જણાવીને તેને લોકો પાસેથી સલાહ માંગી છે કે હવે તેણે શું કરવું જોઈએ ત્યારે લોકો પણ તેને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક વ્યક્તિએ લખ્યું છે કે સ્નાન કરવું જરૂરી છે કારણ કે તેનાથી આપણું શરીર સ્વસ્થ અને સાફ રહે છે. બીજા વ્યક્તિએ કહ્યું છે કે રોજ સ્નાન ન કરવું ખૂબ જ ખરાબ છે તમે આવી રીતે તેની સાથે જીવન પર કેવી રીતે રહેશો. લાસ્ટ વોર્નિંગ આપો અને જો ન માને તો તેને છોડી દો