રાજકોટની અરેરાટી કરાવે તેવી ઘટના.. પ્રેમિકાએ પ્રેમી પર પેટ્રોલ છાંટી સળગાવ્યો, પ્રેમી હોસ્પિટલ પહોંચ્યો ત્યારે થયો મોટો ધડાકો
રાજકોટના મોરબી રોડ પર એક અરેરાટી કરાવે તેવી ઘટના બની હતી. ગત છો જાન્યુઆરીના રોજ અહીં રાજેશ રામાણી નામના યુવકને તેની પ્રેમિકાએ મળવા બોલાવ્યો અને પછી તેના ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાપી દીધી. પ્રેમી ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી તો મોટો ધડાકો થયો. તાજેતરમાં જ જે ખુલાસો થયો તેને જાણીને લોકો પણ ચોકી ઉઠ્યા.
જાણવા મળતી માહિતી અનુસાર રાજેશ રામાણી એ પોતે જ શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ સ્નાન કરી આપઘાત કરિયાનું સામે આવ્યું છે. તેની જાતે જ પેટ્રોલ ખરીદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પછી આરોપ પ્રેમિકા પર મૂકી દીધો કે તેણે તેને સળગાવ્યો છે.
ગત છ જાન્યુઆરીએ 45 વર્ષના રાજેશ રામાણીને સળગેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બે માસથી ગીતા નામની મહિલા તેની સાથે રહેતી હતી. એક દિવસ મહિલા ઘરમાંથી વસ્તુઓ ચોરી કરીને જતી રહી અને પછી તેને ઘટના સ્થળે મળવા માટે બોલાવ્યો. જ્યારે તેણે ચોરી અંગે પૂછપરછ કરી તો બંને વચ્ચે ઝઘડો થયો અને પછી ગીતાએ તેના પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધો. જોકે રાજેશ નું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે આ ઘટનામાં આગળ તપાસ હાથ ધરી.
પોલીસે જ્યારે આ મામલે જીણવટ ભરી તપાસ કરી તો સામે આવ્યું કે રાજેશ ની હત્યા થઈ નથી પરંતુ તેણે જાતે જ 60 રૂપિયાનું પેટ્રોલ ખરીદીને પોતાના પર છાંટી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી પ્રેમિકા પર આરોપ લગાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજેશ રામાણી એ બપોરના સમયે ગીતાને હોનેસ્ટ હોટલ પાસે મળવા બોલાવી હતી. બંને જગ્યાએ બેઠા હતા અને પછી કોઈ બાબતે ઝઘડો થયો. ત્યાર પછી સમગ્ર ઘટના બની હતી જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યાનું બનાવ નથી પરંતુ આત્મહત્યા છે. રાજેશે પોતાના નિવેદનમાં જે વાત જણાવી હતી તે ખોટી હતી.
પોલીસને તપાસ કરતા મૃતકના થેલામાંથી જ પેટ્રોલનો સીસો મળી આવ્યો હતો. પૂછપર જ કરતા જાણવા મળ્યું કે તેને પોતે જ ૬૦ રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું હતું અને શરીરે છાંટીને આગ લગાડી દીધી હતી અને પછી તેને ગીતાએ સળગાવ્યો છે તેવી ખોટી વાત કહી હતી.