AhmedabadGujarat

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ ઉત્તર ભારતમાં ભારે જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના પૂરની સ્થિતિ ઉભી થતા અત્યાર સુધીમાં 80 લોકોના મોત નીપજ્યા છે. એવામાં અંબાલાલ પટેલ દ્વારા 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી કે. છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18 થી 20 જુલાઈના આવવાનું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે  અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,  ખેડા, મહેસાણા, વડોદરા, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, આણંદ અને અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાનો છે.

તેની સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. છે. જ્યારે 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ રહ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, હાલ વરસાદે બ્રેક લીધો છે. તેમ છતાં, આવતીકાલ 13 જુલાઈથી ફરીથી ધોધમાર વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થવાની છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18 થી 20 જુલાઈના આવશે. જ્યારે 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને સમગ્ર દેશમાં ધબદબાટી બોલાવશે. ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.