AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી ભયંકર આગાહી, રાજ્યના આ શહેરોમાં વરસાદ ધમધમાટી બોલાવશે

રાજ્યમાં શનિવાર બપોર બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેમાં પણ જુનાગઢ, જામનગર, વલસાડ અને નવસારીની હાલત ખુબ જ ખરાબ જોવા મળી હતી. જ્યારે અમદાવાદમાં ગઈ કાલ રાત્રીના ભારે વરસાદના લીધે અમદાવાદવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાનો છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાનો છે. તેની સાથે જૂનાગઢ, જામનગર, દ્વારકા અને કચ્છમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી માટે પણ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જામનગર અને અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.