India

ચાર્જિંગ માટે મૂકેલો ફોન બોમ્બ ની જેમ ફૂટ્યો, રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ પણ તૂટી ગયા, અનેક લોકો ઘાયલ

સ્માર્ટફોન બ્લાસ્ટના સમાચાર સામાન્ય બની ગયા છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી અનેક વખત મોબાઈલ બ્લાસ્ટના અહેવાલો આવ્યા છે. પરંતુ આ વખતે મોબાઈલ બ્લાસ્ટનો એક કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. મોબાઈલ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે રોડ પર પાર્ક કરાયેલા વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. કદાચ મોબાઈલ બ્લાસ્ટની આટલી મોટી ઘટના આ પહેલા ક્યારેય સામે નથી આવી.

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો ત્યારે તે ચાર્જિંગ પર હતો.મોબાઈલ બ્લાસ્ટનો આ તાજો કિસ્સો મહારાષ્ટ્રના નાસિકમાંથી સામે આવ્યો છે. નાશિકમાં એક ઘરની અંદર ચાર્જ થઈ રહેલો મોબાઈલ ફોન જોરદાર ધડાકા સાથે ફાટ્યો. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઘરની બારીઓના કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટમાં રોડ પર પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ પણ તુટી ગયા હતા. નાશિકની આ ઘટનાને ફોન બ્લાસ્ટની સૌથી મોટી ઘટના ગણાવી શકાય. આ વિસ્ફોટમાં ત્યાં હાજર ત્રણ લોકો ખરાબ રીતે ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.

વિસ્ફોટ થયેલો ફોન કઈ કંપની અને બ્રાન્ડનો છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. જો કે બ્લાસ્ટને લઈને મોટી માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ ફોન હતો ત્યાં ડીઓડરન્ટની બોટલ રાખવામાં આવી હતી, જેના કારણે બ્લાસ્ટ વધુ ભયાનક બન્યો હતો.

તમને જણાવી દઈએ કે ડીઈઓમાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ હોય છે. જો આ પદાર્થ નાના સ્પાર્કના સંપર્કમાં આવે છે, તો તે મોટા ધડાકાનું કારણ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ડિઓડરન્ટની બોટલના કારણે મોબાઈલ બ્લાસ્ટ વધુ ખતરનાક બન્યો હતો. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને પણ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.