Gujarat

Amul ડેરીએ પશુપાલકોને નવા વર્ષની આપી ભેટ, દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 20 રૂપિયાનો કર્યો વધારો

અમુલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષે અનોખી ભેટ આપવામાં આવી છે. અમુલ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો નવો ભાવ વધારો આવતીકાલના એટલે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. પશુપાલકોને ભેંસના દૂધના અગાઉ 760 મળી રહ્યા હતાં જેના હવે 780 રૂપિયા પ્રાપ્ત થશે. જયારે હવે પશુપાલકોને કિલોફેટે 800 રૂપિયા ચૂકવાશે. ગાયના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 0.42 પૈસાનો વધારો આપવામાં આવશે. જ્યારે ભેંસના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 1.24 થી 1.44 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે અમૂલ ડેરી દ્વારા દુધનો જૂનો ખરીદ ભાવ 780 રૂપિયા પ્રતિકીલો ફેટ રહેલો હતો, ત્યારે હવે દુધનો નવો ખરીદ ભાવ પ્રતિ કિલો 800 રૂપિયા પ્રતિકીલો ફેટ કરાયો છે. ગાયના દુધનો જૂનો ખરીદ ભાવ પહેલા 345.50 પૈસા હતો જ્યારે હવે ગાયના દુધનો નવો ભાવ પ્રતિ કિલો ફેટ 354.60 પૈસા થઈ ગયો છે. આ રીતે ગાયના દૂધમાં પ્રતિ લીટર 0.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તેની સાથે ભેંસના દૂધનો નવો ખરીદ ભાવ 6 ટકા ફેટ પ્રતિ લીટર 49.42 રૂપિયા થયો છે. ભેંસના દૂધમાં 1.24 થી 1.44 પ્રતિ લીટર ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં 7 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 57.66 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ગાયના દૂધમાં 3.50 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 33.48 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધમાં 4.0 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 35.30 રૂપિયા થઈ ગયો છે.